આ 5 હિન્દૂ છોકરીઓએ ધર્મની દીવાલ તોડી ફોડીને ખુશી ખુશી મુસ્લિમ ક્રિકેટર સાથે લગ્ન કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી, જુઓ
એવું કહેવાય છે કે પ્રેમમાં કોઈ બંધનો નથી હોતા, ના નાતી જાતિના ભેદભાવ જોવામાં આવે છે, પરંતુ સામાન્ય લોકો માટે બીજી જ્ઞાતિમાં પ્રેમ કરવો એ ગુન્હો બની જાય છે. પરંતુ સેલેબ્રિટીઓ માટે આવા કોઈ બંધનો લાગુ નથી પડતા, તે ધર્મના વાડાને કૂદીને પણ અલગ અલગ જ્ઞાતિમાં લગ્ન કરતા હોય છે. આજે અમે તમને એવા જ 5 ક્રિકેટરો વિશે જણાવીશું જેમને હિન્દૂ-મુસ્લિમની દીવાલો તોડીને પણ લગ્નના બંધનમાં બંધાયા.
1. મહોમ્મદ અઝહરુદ્દીનન:
ભારતીય ટીમના પૂર્વ કપ્તાન મહોમ્મદ અઝહરુદ્દીનની જો વાત કરવામાં આવે તો તેને પોતાના પહેલા લગ્ન નૌરિન નામની યુવતી સાથે કર્યા હતા. પરંતુ વર્ષ 1996માં નૌરિન સાથે તેના છૂટાછેડા થઇ ગયા. જેના બાદ અઝહરુદ્દીને બૉલીવુડ અભિનેત્રી સંગીત બિજલાની સાથે લગ્ન કર્યા હતા. સંગીતાએ અઝહરુદ્દીન ધર્મને ના જોતા તેને પોતાનો બનાવ્યો હતો, પરંતુ આ સંબંધ પણ વધારે ના ચાલ્યો.
2. ઝહીર ખાન:
ભારતીય ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને પણ ધર્મથી આગળ નીકળી અને હિન્દૂ યુવતી સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો. ઝહિરે બૉલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. અને આજે પણ બંને સુખી લગ્ન જીવન વિતાવી રહ્યા છે. સાગરિકા ફિલ્મ “ચક દે ઇન્ડિયા”માં કામ કરી ચુકી છે.
3. શિવમ દુબે:
આઇપીએલની અંદર વિરાટ કોહલીની ટીમ આરસીબીનો ભાગ રહી ચૂકેલા શિવમ દુબેએ પોતાની લાંબા સમયની પ્રેમિકા અંજુમ ખાન સાથે લગ્ન કરી લીધા. તેને ટ્વીટર ઉપર પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી. તેને કેપશનમાં લખ્યું હતું, “અમે પ્રેમથી પ્રેમ કર્યો જે મહોબ્બતથી વધારે હતો અને હવે અમારી હંમેશાનું જીવન શરૂ થઇ ગયું છે. જસ્ટ મેરિડ 16-07-2021”
4. અજિત અગરકર:
ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અજિત અગરકર મરાઠી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરંતુ તેને એક મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થઇ ગયો. વર્ષ 2007માં અજિતે પોતાના મિત્રની બહેન ફાતિમા સાથે લગ્ન કરી લીધા.
5. મોહમ્મદ કૈફ:
ભારતીય ટીમના એક સમયના ખુબ જ શાનદાર ફિલ્ડરના રૂપમાં ઓળખનારા મોહમ્મદ કૈફ એક સારો બેટ્સમેન પણ હતો. કૈફને પૂજા સાથે પ્રેમ થયો હતો અને તેને વર્ષ 2011માં તેની સાથે જ લગ્ન પણ કરી લીધા. કૈફ મુસ્લિમ છે તો પૂજા હિન્દૂ છે. તે છતાં પણ તેમને ધર્મની ચિંતા કર્યા વગર સાથે રહેવાનો નિર્ણય કર્યો.