ખબર ખેલ જગત દિલધડક સ્ટોરી

વર્લ્ડકપ 2019માં ભારતીય ક્રિકેટ ટિમની કેસરી જર્સી પર થયો મોટો વિવાદ, ટિમ ઇન્ડિયા હવે કેસરી જર્સી માં જોવા મળશે ?

ICC cricket world cup 2019માં ભારતીય ક્રિકેટ ટિમ ગુરુવારે માન્ચેસ્ટરમાં વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમનો સામનો કરવાની છે અને 30 જૂનના રોજ ઇંગ્લેન્ડ સામે મેચ રમવાની છે. ત્યારે ઇંગ્લેન્ડની સામે રમાનારી આ મેચમાં ભારતીય ટિમ પોતાની બીજી જર્સી પહેરીને મેદાન પર ઉતારવાની છે. આ જર્સીનો પાછળનો રંગ ભગવો છે. ટિમ ઇન્ડિયાએ હજુ સુધી આ કેસરી જર્સી પહેરી પણ નથી એ પહેલા તો આ જર્સી વિવાદોમાં આવી ગઈ છે.

Image Source

ટિમ ઇન્ડિયાની આ જર્સી પર કેટલીક રાજનીતિક પાર્ટીઓએ વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ જર્સીમાં કેસરી રંગના ઉપયોગ પર કહ્યું છે કે બીસીસીઆઈએ કેન્દ્ર સરકારને ખુશ કરવા માટે આવું કર્યું છે. મહારાષ્ટ્રના કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષ નસીમ ખાને કહ્યું કે રમત હોય કે સાંસ્કૃતિક ઈવેન્ટ્સ, છેલ્લા 5 વર્ષમાં મોદી સરકારે ભાગવા રાજનીતિ ટ્રેન્ડ શરુ કરી દીધો છે. ત્યારે ભાજપએ આવા આરોપોને નકારી કાઢયા છે.

Image Source

આ મુદ્દે આઇસીસીનું કહેવું છે કે જર્સીનો રંગ તેમના તરફથી પસંદ કરવામાં આવ્યો હતો. અને તેને બીસીસીઆઇને મોકલવામાં આવ્યો હતો. વર્લ્ડકપ માટે આઇસીસીએ ફૂટબોલની જેમ જ હોમ અને અવે જર્સીનું ચલણ શરુ કર્યું છે. એવું એટલા માટે કરવામાં આવૈ રહ્યું છે કારણ કે બંને ટીમના જર્સીનો રંગ એક સમાન ન થઇ જાય. આના કારણે જ ભારતીય ટિમ 30 જૂને ઇંગ્લેન્ડ વિરુદ્ધ કેસરી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. કારણ કે ઇંગ્લેન્ડ ટીમની જર્સીનો કલર પણ ભૂરો જ છે.

Image Source

જો કે ભારતીય ક્રિકેટ ટિમ ઇંગ્લેન્ડ વિરુદ્ધ કેવી જર્સી પહેરશે એ વિશે હાલમાં કોઈ અધિકારીક રૂપથી જાણકારી નથી મળી શકી. સોશિયલ મીડિયા પર જુદી-જુદી જર્સીઓની તસવીરો શેર કરવામાં આવી રહી છે. પરંતુ આઈસીસીના નિવેદન મુજબ, ભારતીય ટીમની જર્સીનો રંગ કેસરી જ હશે. કારણ કે બંને ટિમો એક જ રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી ન શકે, એટલે એક ટીમની જર્સીનો રંગ બદલવો પડે. આ મામલે મેજબાન ટિમને જ પોતાની જર્સી પહેરવાની પરવાનગી હોય છે. આ વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી જર્સી પહેરી હતી, જયારે ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઇંડીઝની જર્સી બદલાશે નહિ કારણ કે તેમનો રંગ બીજા કોઈના રંગ જેવો નથી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks