સુહાગરાત પર ભારતીય કપલ્સ કરે છે આ વસ્ત, જાણીને તમને પણ થશે હેરાની

સુહાગરાત પર સૌથી પહેલા આ વસ્તુ કરે છે ભારતીય નવા નવા કપલ્સ, જાણીને અક્કલ કામ નહિ કરે

લગ્ન બધાના જીવનમાં એક બદલાવ લઇને આવે છે. લગ્ન સાથે જ લોકોના જીવનનો નવો પડાવ શરૂ થાય છે. એક સારા લાઇફ પાર્ટનર સાથે જીવન વિતાવવુ એ સ્વપ્ન બધા જોતા હોય છે. લગ્નમાં બે લોકો નહિ પરંતુ બે પરિવારોનું મિલન થાય છે. લગ્ન બાદ સુહાગરાતની લોકો ઘણી આતુરતાથી રાહ જુએ છે. (બધી જ તસવીરો પ્રતિકાત્મક છે)

આ દિવસે લગ્નની પહેલી રાતને લઇને મનમાં ઘણા સવાલો હોય છે. આમે જાણીએ છીએ કે, તમારા મનમાં એ જાણવાની ખૂબ જ ઉત્સુકતા છે કે આખરે નવી જોડી તેમની પહેલી રાત્રે કરે છે શું ?

જયારે વાત આવે સુહાગરાતની તો નવી જોડીઓના એકસાઇમેન્ટનો તો કોઇ પાર જ રહેતો નથી. દુલ્હા દુલ્હન તેમની સુહાગરાત વિશે ઘણુ વિચારે છે. પરંતુ તેનાથી બિલકુલ વિરૂદ્ધ થાય છે. લગ્નની પહેલી રાત્રે દુલ્હા-દુલ્હનની ભાવનાઓ પર પાણી ફરી જાય છે. કારણ કે, ભારતમાં લગ્નના એક સપ્તાહ પહેલા જ રિવાજો શરૂ થઇ જાય છે અને લગ્ન થયા બાદ પણ તે ચાલતા હોય છે.

ફિલ્મો અને ટીવીમાં તમે ઘણીવાર જોયુ હશે કે, લગ્નની રાત્રે દુલ્હન રૂમમાં દુલ્હાની આતુરતાથી રાહ જોવે છે અથવા તો તેના માટે દૂધ લઇને આવે છે. રિયલ લાઇફમાં આવુ ઘણુ ઓછુ હોય છે. કારણ કે લગ્નના ફંકશન બાદ દુલ્હા-દુલ્હન થાકી જાય છે. ભારતીય સમાજમાં લગ્ન બાદ સુહાગરાતે દુલ્હા-દુલ્હન શુ કરે છે, આવો તમને જણાવીએ.

લગ્નની રાત્રે દુલ્હા તો સરળતાથી તેમના કપડા બદલી છે, પરંતુ દુલ્હનોને તેમના ભારી ભરખમ કપડા ઉતરતા સમય લાગી જાય છે અને મેકઅપ ઉતારવામાં પણ ઘણો સમય લાગી જાય છે. તેમને ફ્રેશ થવામાં ઘણો સમય લાગી જાય છે, અને દુલ્હો રાહ જોતા જોતા  સૂઇ જાય છે.

લગ્નની પ્રક્રિયા ઘણી લાંબી હોય છે. તેમાં ઘણા રિવાજો લગ્નના થોડા સમય પહેલા જ શરૂ થઇ જાય છે. લગ્ન પહેલા રોકા, સગાઇ, હલ્દી, મહેંદી, વરમાળા જેવી અનેક રસ્મો હોય છે અને કેટલીક પરંપરાઓ પણ હોય છે. જેને નિભાવવી પડે છે. આ બધામાં દુલ્હા-દુલ્હન ઘણા થાકી જાય છે.  સુહાગરાત સમયે તેમનેે આરામ કરવાનો સમય મળે છે. આ કારણે ઘણી જોડીઓ આરામ કરવાનું પસંદ કરે છે.

સુહાગરાતની રાત્રે કેટલાક કપલ્સ વાતચીતમાં સમય વીતાવી દે છે. ભારતમાં વધારે લોકોના અરેંજ મેરેજ થાય છે. આ કારણે તેઓ એકબીજાને વધારે સારી રીતે સમજવા પર જોર આપે છે.  કેટલાક કપલ આ અવસર પર તેમના પાર્ટનરને ગિફટ પણ આપે છે.

લગ્ન બાદ કપલમાં હનીમુનને લઇને ઘણી ઉત્સુકતા હોય છે. કેટલાક કપલ્સ લગ્નના બીજા જ દિવસે હનીમુન માટે રવાના થઇ જાય છે. તે જ કારણે પતિ-પત્ની સુહાગરાત સમયે તેમના હનીમુનનું પેકિંગ કરવામાં લાગી જાય છે. ઘણા કપલ તેમના લગ્ન બાદની પહેલી રાતને પેકિંગમાં જ નીકાળી દે છે.

કપલ્સમાં હનિમુનનો ઘણો ક્રેઝ હોય છે. ભારતના વધારે કપલ્સ સુહાગરાતની જગ્યાએ હનીમુન પર સંબંધ બનાવવ પર વિશ્વાસ રાખે છે. કારણ કે તેમનું હનીમુન યાદગાર રહે અને તે જ કારણ છે કે, તેઓ સુહાગરાત પર હનીમુનનો પ્લાન બનાવતા બનાવતા સૂઇ જાય છે.

Shah Jina