ભારત છોડી વિદેશમાં ડોલર કમાવા જતા થઇ જજો સાવધાન ! ભારતીય દંપતી અને તેમના બાળકોની અમેરિકાના ન્યુજર્સીમાંથી મળી લાશ

અમેરિકાનાં ન્યૂજર્સીમાં રહેતા કરોડોપતિ ભારતીય પરિવારનું મોત, ઘરમાંથી મળી બે બાળકો અને પતિ-પત્નીની લાશ- જાણો કઈ રીતે થઇ આખી ઘટના

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

હાલમાં જ આઈટી એન્જિનિયર તરીકે કામ કરતાં અને અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા એક ભારતીય કપલ અને તેમના બે બાળકોની ભેદી સંજોગોમાં લાશ મળી આવી હતી અને તે પછી ચકચારી મચી ગઇ હતી. ત્યારે આ ઘટનામાં પોલિસની તપાસ હજુ ચાલુ છે, કારણ કે બહારના કોઇ વ્યક્તિની આ ઘટનામાં સંડોવણી ન હોવાનું સામે આવ્યુ છે.

મીડિયા અહેવાલ અનુસાર, 4 ઓક્ટોબરના રોજ બનેલ આ ઘટનામાં 10 અને 6 વર્ષની ઉંમરના બાળકોનો પણ સમાવેશ થાય છે. તેજ પ્રતાપ સિંહ IIT કાનપુરમાંથી બીટેક કર્યા પછી અમેરિકામાં સેટલ થયા હતા અને તેમની સાથે તેમની પત્ની સોનલ, એક દીકરો અને દીકરી હતી. તેજ પ્રતાપ સિંહ 2009થી ન્યૂજર્સીમાં રહેતા હતા અને તેમનું પોતાનું ઘર પણ છે.

ઘટનાની વાત કરીએ તો, આ કેસમાં બહારના કોઈ વ્યક્તિની સંડોવણી હોવાના પુરાવા ન મળતા તેજ પ્રતાપે જ પોતાનું જીવન ટૂંકાવતા પહેલા પરિવારની હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. જો કે, અમેરિકાની એક આઈટી કંપનીમાં સારા હોદ્દા પર કામ કરતા તેજ પ્રતાપ સિંહે કેમ આ પગલું ભર્યુ તેનું કારણ હજુ નથી જાણી શકાયુ.

ન્યૂજર્સીના પ્લેઈન્સબોરોના ટાઈટસ લેનમાં પરિવાર સાથે તેજ પ્રતાપ સિંહ રહેતા હતા. પરિચિતોનું કહેવુ છે કે તેમને આર્થિક સમસ્યા પણ નહોતી અને તેઓ પોતાની જિંદગીથી ખૂબ જ ખુશ પણ હતા. ત્યારે હાલ તો આ મામલે પોલીસ મોતનું ખરૂં કારણ જાણવા ઓટોપ્સી રિપોર્ટની રાહ જોઈ રહી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina