મનોરંજન

બિગ બીથી પ્રિયંકા સુધી, ભારતની એવી હસ્તીઓ કે જેની પાસે છે શાનની સવારી રોલ્સ રોયસ

રોલ્સ રોયસ એક એવી બ્રાન્ડ છે જે પ[હેલા તમારું સ્ટેટસ જોઈને વેચાતી હતી. હવે જેની પાસે વધુ પૈસા છે, તે ખરીદી શકે છે. જો તમે રોલ્સ રોયસ ચલાવતા હોવ તો એનો અર્થ છે કે તમે ચોક્કસથી જ એક પ્રસિદ્ધ અને પૈસાવાળી વ્યક્તિ છો. જયારે ભારતમાં રાજાશાહી હતી એ સમયથી જ રોલ્સ રોયસ ભારતમાં ખરીદવામાં આવી છે.

Image Source

એક વાર પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ કારના હાઇ એન્ડ મોડેલ વિશે પૂછપરછ કરવા માટે રોલ્સ રોયસના શોરૂમમાં ગયા હતા. ત્યારે શોરૂમના સેલ્સમેને તેમને કહ્યું હતું કે તમે તે ખરીદી નહીં શકો. આ વાતથી વ્યથિત થઈને ભૂપિન્દર સિંહે શોરૂમમાં રાખેલી બધી કાર ખરીદી અને તેનાથી રસ્તા પરનો કચરો સફાઈ કરાવતા અને કચરો ભરવાના કામમાં લેતા હતા.

Image Source

સ્ટેટસ અને શાનની સવારી ગણાતી રોલ્સ રોયસને પસંદ કરવા પાછળનું કારણ એ છે કે તે હાથથી બનાવેલી કાર છે. આ કારના મોટાભાગના ભાગો હાથથી બનાવવામાં આવે છે અને તેથી જ આ કાર અન્ય મોંઘી કારથી સાવ જુદી છે.

Image Source

આ કારમાં ફિનિશીંગનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ કાર પર સતત નજર રાખવામાં આવે છે કે જેથી તેની બનાવટમાં કોઈ કમી ન રહી જાય. આ કારનું ઇન્ટિરિયર ખૂબ જ શાહી રીતે તૈયાર કરવામાં આવે છે જેમાં હાથની કારીગરી દેખાઈ આવે છે.

Image Source

ટીવી સ્ટાર્સથી લઈને દિગ્દર્શકો અને ઘણા બિઝનેસમેન પણ આ કાર સાથે તેમની ઈમેજમાં ચાર ચાંદ લગાવે છે. ત્યારે આપણે આજે જાણીએ એવા ભારતીયો વિશે કે જેમની પાસે આ રોલ્સ રોયસ છે.

અનંત અંબાણી – રોલ્સ રોયસ ફેન્ટમ

Image Source

જયારે વાત શાહી ગાડીની જ થતી હોય તો એશિયાના સૌથી ધનિક પરિવાર અંબાણી પાસે પણ આ ગાડી હોવાની જ છે. અંબાણીના ગેરેજમાં એકથી એક લક્ઝરી ગાડીઓ છે. અનંત અંબાણી રેન્જ રોવર, બેન્ટલી બેન્ટ્યાગા, મર્સિડિઝ-એએમજી જી63 જેવી ઘણી લક્ઝરીયસ કાર ચલાવે છે, પણ જે ખાસ છે એ છે, રોલ્સ રોય્સ ફેન્ટમ DHC VII. આ કારની કિંમત લગભગ 8.8 કરોડ રૂપિયા છે.

અમિતાભ બચ્ચન – રોલ્સ રોયસ ફેન્ટમ

Image Source

બોલિવૂડના બાદશાહ બિગ બી પાસે રોલ્સ રોયસ ફેન્ટમ કાર છે. અમિતાભને આ કાર એટલી પસંદ છે કે ખુદ બિગ બી પોતે ઘણી વાર આ કાર ચલાવતા જોવા મળે છે. આ કારમાં 6.8 લિટરના ટ્વીન ટર્બો ચાર્જર અને ડાયરેક્ટ ઇન્જેક્ટેડ V12 એન્જિન આપવામાં આવ્યું છે. 453bhp એન્જિનમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવેલું છે. ભારતમાં રોલ્સ રોયસ ફેન્ટમની કિંમત 4 કરોડથી લઈને 8.25 કરોડ સુધીની છે.

ભૂષણ કુમાર – રોલ્સ રોયસ કુલીનન

Image Source

ટી-સીરીઝના અધ્યક્ષ અને એમ.ડી. ભૂષણ કુમાર, રોલ્સ રોય્સ કુલીનન ખરીદનાર બોલિવુડની પહેલવહેલી વ્યક્તિ છે. ભૂષણ કુમારે વાઇન રેડ કલરની કાર ખરીદી છે. રોલ્સ રોયસ કુલીનનની એક્સ-શોરૂમ બેઝ પ્રાઈસ 6.95 કરોડ રૂપિયા છે. રોલ્સ રોયલ કુલીનન 6.8-લિટર V12 પેટ્રોલ એન્જિન છે. ટ્વીન ટર્બોચાર્જર્સ સાથેનું આ એન્જિન 560 બીએચપીનો પાવર અને 850 એનએમનો ટોર્ક આપે છે. આ કાર 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન અને ફોર વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ સાથે આવે છે.

આમિર ખાન – રોલ્સ રોયસ ઘોસ્ટ

Image Source

બોલીવુડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પાસે રોલ્સ રોયસની ઘોસ્ટ કાર છે. આમિરને આ કારથી ખૂબ જ લગાવ છે, તેથી આ કાર માટે તેણે યુનિક નંબર ‘MH 11 AX 1’ લીધો છે. આ કારમાં BMW N74 6.6 લિટર ટ્વીન ટર્બો V12 એન્જિન છે જે 563 હોર્સપાવરનું છે. ભારતમાં આ કારની કિંમત 4.93 કરોડથી લઈને 5.62 કરોડ રૂપિયા છે. આ કારમાં 8 સ્પીડ ZF 6HP90 ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

અજય દેવગન – રોલ્સ રોયસ કુલીનન

Image Source

બોલીવુડના ખ્યાતનામ અભિનેતા અજય દેવગનના ગેરેજમાં લેન્ડ રોવર રેંજ રોવર, મિની કૂપર, બીએમડબ્લ્યુ ઝેડ 4 અને બીજી ઘણી ગાડીઓ સામેલ છે. આ સિવાય તેણે થોડા સમય પહેલા જ રોલ્સ રોયસ કુલીનન પણ ખરીદી છે, જે ઘણા ડાર્ક રંગમાં છે.

ચિરંજીવી – રોલ્સ રોયસ ફેન્ટમ

Image Source

તેલુગુ મૂવીઝના સુપરસ્ટાર ચિરંજીવી પાસે પણ બિગ બીની જેમ રોલ્સ રોયસ ફેન્ટમ છે. ચિરંજીવીના પુત્ર રામચરણએ આ ભવ્ય કાર તેના પિતાને ભેટમાં આપી છે. આ કારમાં 6.8 લિટરના ટ્વીન ટર્બો ચાર્જર અને ડાયરેક્ટ ઇન્જેક્ટેડ V12 એન્જિન આપવામાં આવ્યું છે. 453bhp એન્જિનમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

ઋતિક રોશન – રોલ્સ રોયસ ઘોસ્ટ

Image Source

બોલિવૂડ સ્ટાર ઋતિક રોશનને પણ કારનો ખૂબ જ શોખ છે, તેમની પાસે પહેલાથી જ મર્સિડીઝ એસ 500, જગુઆર એક્સજે, ફેરારી, ફોર્ડ મષ્ટાંગ જેવી લક્ઝરી કાર છે. તેને પોતાના જન્મદિવસે પોતાની જાતને રોલ્સ રોયસ ઘોસ્ટ ગિફ્ટ કરી હતી. આ કારની કિંમત 7 કરોડ છે.

આદિ ગોદરેજ – રોલ્સ રોયસ ફેન્ટમ

Image Source

આદિ ગોદરેજ ભારતના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક છે. તેની સંપત્તિ અનુસાર, જોવા જઈએ તો ફક્ત રોલ્સ રોયસ કાર જ તેમને સૂટ કરે છે. ગોદરેજ ગ્રૂપના માલિક આદિ પાસે રોલ્સ રોયસ ફેન્ટમ છે જેનો તે રોજ ઉપયોગ કરે છે. આ કારમાં 6.8 લિટરના ટ્વીન ટર્બો ચાર્જર અને ડાયરેક્ટ ઇન્જેક્ટેડ V12 એન્જિન આપવામાં આવ્યું છે. 453bhp એન્જિનમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

અક્ષય કુમાર – રોલ્સ રોય્સ ફેન્ટમ

Image Source

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની પાસે રોલ્સ રોયસ ફેન્ટમ કાર છે. અક્ષયે કમાયેલી ખ્યાતિ અનુસાર, આ એકમાત્ર કાર છે જે તેના વ્યક્તિત્વને બંધ બેસે છે. આ કારમાં 6.8 લિટરના ટ્વીન ટર્બો ચાર્જર અને ડાયરેક્ટ ઇન્જેક્ટેડ V12 એન્જિન આપવામાં આવ્યું છે. 453bhp એન્જિનમાં 8-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

પ્રિયંકા ચોપડા – રોલ્સ રોયસ ઘોસ્ટ

Image Source

બોલિવૂડ અને ઇન્ટરનેશનલ સુપરસ્ટાર પ્રિયંકા ચોપડા પાસે પણ રોલ્સ રોયસ ઘોસ્ટ છે. પ્રિયંકા બોલીવુડની પહેલી મહિલા અભિનેત્રી છે જે રોલ્સ રોયસ કારની માલિકી ધરાવે છે. આ કારમાં BMW N74 6.6 લિટર ટ્વીન ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે. ભારતમાં આ કારની કિંમત 4.93 કરોડથી લઈને 5.62 કરોડ સુધીની છે. આ કારમાં 8 સ્પીડ ZF 6HP90 ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

વિજય ચંદ્રશેખર – રોલ્સ રોયસ ઘોસ્ટ

Image Source

તમિળ સુપરસ્ટાર વિજય પણ રોલ્સ રોયસ ઘોસ્ટ કારની માલિકી ધરાવે છે. સાઉથની તેની ફિલ્મો ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને સ્ટારડમ જાળવી રાખવા માટે આનાથી સારો રસ્તો કોઈ ન હોઈ શકે. આ કારમાં BMW N74 6.6 લિટર ટ્વીન ટર્બો V12 એન્જિન આપવામાં આવ્યું છે. ભારતમાં આ કારની કિંમત 4.93 કરોડથી લઈને 5.62 કરોડ સુધીની છે. આ કારમાં 8 સ્પીડ ZF 6HP90 ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

ડિરેક્ટર શંકર – રોલ્સ રોયસ ઘોસ્ટ

Image Source

ઘણા સમયથી શંકરનું સપનું હતું કે તે રોલ્સ રોયસ ખરીદે. આખરે એપ્રિલ 2012માં તેમનું સપનું પૂર્ણ થયું જ્યારે તેમને રોલ્સ રોય્સ ઘોસ્ટ ખરીદી. જણાવી દઈએ કે શંકરે વિજય પહેલા રોલ્સ રોયસ ખરીદી હતી. આ કારમાં BMW N74 6.6 લિટર ટ્વીન ટર્બો V12 એન્જિન છે જે 563 હોર્સપાવરનું છે. ભારતમાં આ કારની કિંમત 4.93 કરોડથી લઈને 5.62 કરોડ સુધીની છે. આ કારમાં 8 સ્પીડ ZF 6HP90 ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે.

પારસ ગુપ્તા – રોલ્સ રોયસ ઘોસ્ટ સિરીઝ II

Image Source

પારસ ગુપ્તા મધર પ્રાઇડ પ્રિ સ્કૂલ ચેઇનના ડિરેક્ટર અને ભારતમાં રોલ્સ રોયસ કાર ખરીદનાર સૌથી યુવા વ્યક્તિ છે. પારસ ફક્ત 22 વર્ષની ઉંમરે આ શાહી કારનો માલિક બન્યો હતો. આ કારમાં BMW N74 6.6 લિટર ટ્વીન ટર્બો V12 એન્જિન છે જે 563 હોર્સપાવરનું છે.

યોહાન પૂનાવાલા – રોલ્સ રોયસ ફેન્ટમ

Image Source

યોહાન પુનાવાલાની ગણના ભારતના અમીરોમાં થાય છે. યોહાન પાસે એક નહીં પણ ઘણી જનરેશનની રોલ્સ રોયસ કાર છે. યોહાનને કાર કલેક્ટ કરવાનો પણ શોખ છે. તેની નવીનતમ કાર રોલ્સ રોયસ ફેન્ટમ છે. ભારતમાં રોલ્સ રોયસ ફેન્ટમની કિંમત 4 કરોડથી લઈને 8.25 કરોડ સુધીની છે.

શિવ નાદર – રોલ્સ રોયસ ફેન્ટમ

Image Source

HCLના સ્થાપક અને ખૂબ જ સફળ ઉદ્યોગપતિ શિવ નાદર પાસે પણ એક કસ્ટમ બિલ્ડ રોલ્સ રોયસ ફેન્ટમ છે. આ સિવાય શિવ મર્સિડીઝ બેન્ઝ એસઈએલ 300 પણ છે. આ કારમાં 6.8 લિટરના ટ્વીન ટર્બો ચાર્જર અને ડાયરેક્ટ ઇન્જેક્ટેડ V12 એન્જિન આપવામાં આવ્યું છે.

માન્યતા દત્ત – રોલ્સ રોયસ ઘોસ્ટ

Image Source

સંજય દત્તની પત્ની માન્યતા દત્તની પણ રોલ્સ રોયસ છે. સંજય દત્ત પાસે પોતાનું શાનદાર કારનું એક કલેક્શન છે, જ્યારે તેણે આ કાર પોતાની જુડવા બાળકીના જન્મ પર માન્યતાને ભેટ આપી હતી. આ કારમાં BMW N74 6.6 લિટર ટ્વીન ટર્બો V12 એન્જિન છે જે 563 હોર્સપાવર છે.

બાદશાહ – રોલ્સ રોયસ રેથ

Image Source

બોલીવૂડના રેપર બાદશાહે રોલ્સ રોયસ રેથ ખરીદી છે, જેની કિંમત 6.46 કરોડ રૂપિયા છે. આ રોલ્સ રોયસ મ્યુઝિક પ્રેરિત કારમાં 1300-વોટની સાઉન્ડ સિસ્ટમ છે જે 18-ચેનલવાળી છે. આ કારમાં બે બેઝ સ્પીકર્સ, સાત ટ્વિટર, સાત મીડ રેંજ સાઉન્ડ સ્પીકર્સ અને બે સ્પીકર અલગથી લગાવવામાં આવ્યા છે.

એક એવી વ્યક્તિ પણ છે કે જેને ન મળી રોલ્સ રોય્સ –

Image Source

રોલ્સ રોયસ એક એવી બ્રાન્ડ છે કે જે લોકોને અત્યારે પણ કાર વેચવાની ના પાડવા માટે પ્રસિદ્ધ છે. એવામાં ઘણા એવા લોકો છે કે જેને કંપનીએ કાર વેચવાથી ના પણ પાડી દીધી હતી. એવા વ્યક્તિમાં મલ્લિકા શેરાવત સાથે એવું જ થયું હતું. તેને આ કાર ખરીદવી હતી પણ કંપનીએ તેને નકારી કાઢી હતી.