કેનેડામાં ભારતીય યુવતીની ગોળી ઘરબી કરવામાં આવી હત્યા, માતા-પિતાનું કરુણ આક્રંદ જોઇ તમારી આંખમાં પણ આંસુ આવી જશે

આપણા દેશની માસુમ દીકરીને કેનેડામાં ગોળી ઠોકીને મારી નાખી, ચેતી જજો કેનેડાના શોખીનો, એ દેશની કાળી કરતૂત આવી સામે, જુઓ તસવીરો

આજ કાલ તો લોકોને વિદેશ જવાનું ઘેલુ લાગ્યુ છે. ઘણા વિદ્યાર્થીઓ ભણી ગણી વિદેશમાં નોકરી કરી પૈસા કમાવાવ ઇચ્છતા હોય છે. જોકે, છેલ્લા ઘણા સમયથી એવી એવી ઘટના સાત સમૃદ્ધ પારથી સામે આવી રહી છે, જે સાંભળી આપણુ હૈયુ પણ ધ્રુજી ઉઠે છે. ત્યારે કેનેડામાંથી એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા હતા, જેમાં કેનેડાના ઓટોરિયો પ્રાંતમાં એક શીખ યુવતીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જે સમયે આ ઘટના બની તે સમયે યુવતી મિસિસાગા શહેરમાં તેની કારમાં પેટ્રોલ ભરાવી રહી હતી. આ દરમિયાન જ એક અજાણ્યા હુમલાખોરે તેની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

મૃતક યુવતીની ઓળખ પવનપ્રીત કૌર તરીકે થઇ હતી, જે બ્રેમ્પટનમાં રહેતી હતી. આ યુવતી ભારતીય મૂળની કેનેડિયન શીખ છે. આ ઘટના બાદ પોલીસના ખુલાસાએ બધાને ચોંકાવી દીધા હતા. પોલીસે કહ્યુ હતુ કે, યુવતીને જે રીતે ગોળી મારવામાં આવી હતી તેનાથી ખ્યાલ આવે છે કે કેનેડામાં આ એક પ્રકારનું ટાર્ગેટ કિલિંગ છે. આ કેસની તપાસમાં સામેલ પોલીસે શંકાસ્પદ વ્યક્તિની તસવીર પણ જાહેર કરી હતી. પોલીસે જણાવ્યું હતુ કે પવનપ્રીત પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પોલીસે જણાવ્યું હતુ કે શંકાસ્પદ વ્યક્તિએ લાંબુ જેકેટ પહેર્યું હતું. હુમલાખોરે કાળા રંગના કપડા પહેર્યા હતા. સંદિગ્ધ હુમલાખોર છોકરો હતો કે છોકરી તે સ્પષ્ટ જાણી શકાયુ નહોતુ, કારણ કે તે ઘણી તેજી સાથે ફરાર થઇ ગયો હતો. લોકોએ બસ તેને ભાગતા જ જોયો હતો. એવામાં હુમલાખોરનું જેન્ડર જણાવવુ પોલિસને મુશ્કેલ લાગ્યુ. તેઓએ કહ્યુ હતુ કે, તેઓ મામલાની તપાસ કરી રહ્યા છે અને સંદિગ્ધની શોધ કરવામાં આવી રહી છે.

હુમલાના સમયે કેટલાક લોકો ઘટનાસ્થળે હાજર હતા. એક પ્રત્યદર્શીએ જણાવ્યુ કે, પહેલા ગોળીનો અવાજ સંભળાયો. અવાજ સાંભળતા જ જોયુ તો એક છોકરી જમીન પર પડેલી હતી. હું કેટલાક લોકો સાથે તે છોકરી પાસે પહોંચ્યો. અમે તેને બચાવવાની કોશિશ કરી. એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ લોહી વધારે વહી જવાને કારણે તેનો જીવ ચાલ્યો ગયો. ઉલ્લેખનીય છે કે, આ ઘટના ડિસેમ્બર 2022માં સામે આવી હતી.

Shah Jina