ભારતના આ દેશી યુવકે ચાઈનીઝ છોકરીને કરી દીધું પ્રપોઝ, કહ્યું “તું મારી સાથે લગ્ન કરીશ ?”, હા પાડતા જ કરી લીધા લગ્ન, જુઓ અનોખી પ્રેમ કહાની

ઇન્ટરનેટ પર દેશી યુવક અને ગોરી મેમના લગ્ન અને પ્રેમ કહાનીઓની સતત ચર્ચા છવાયેલી જોવા મળતી હોય છે. ઘણા ભારતીયો યુવકોએ વિદેશી યુવતીઓ સાથે લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લીધું છે અને હાલ સુખેથી પોતાનું જીવન પણ વિતાવી રહ્યા છે. આવા ઘણા લગ્નની કહાનીઓ તમે સાંભળી જશે. ત્યારે હાલ એવા જ એક કપલની લવ સ્ટોરી ખુબ જ વાયરલ થઇ રહી છે. (તસવીર સૌજન્ય:Avi & Sandy/Instagram)

કહેવાય છે કે પ્રેમ તો પ્રેમ છે, ક્યારે ક્યાં કોની સાથે થઇ જાય એ કોઈ નથી જાણતું. આવી પ્રેમ કહાનીઓમાં બે દેશ વચ્ચેના બંધન પણ નથી નડતા. ભલે બે દેશ વચ્ચે ગમે તેવા સંબંધો હોય, પરંતુ કોઈ વ્યક્તિને જો કોઈની સાથે પ્રેમ થઇ જાય ત્યારે આ બંધનો પણ તોડી દે છે. ચીન અને ભારતના સંબંધો ગમે તેવા હોય, પરંતુ યુરોપના એક દેશમાં ભણતા છોકરા-છોકરીને તેની પરવા નહોતી. તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા અને તેઓ આ પ્રેમને અંત સુધી લઈ ગયા.

યુટ્યુબ પર પોતાના પ્રેમ કહાની સંભળાવતા હરિયાણાના એક છોકરાએ કહ્યું કે તેણે પહેલા ચીનની એક છોકરી સાથે મિત્રતા કરી અને આ મિત્રતા લગ્ન સુધી પહોંચી. તેમની આ લવસ્ટોરીને ઘણો પ્રેમ મળી રહ્યો છે. બંનેની મુલાકાત એમબીએના અભ્યાસ દરમિયાન ફ્રાન્સની રાજધાની પેરિસમાં થઈ હતી. છોકરીનું નામ સેન્ડી છે, જ્યારે છોકરાનું નામ અવી છે, જે હરિયાણાનો રહેવાસી છે.

નોઈડામાં લગભગ 2 વર્ષ સુધી એન્જિનિયરિંગની નોકરી કર્યા પછી, અવિ અભ્યાસ માટે ફ્રાન્સ ગયો, જ્યાં તેની મુલાકાત ચીનની રહેવાસી સેન્ડી સાથે થઈ. બેઇજિંગમાં રહેતી સેન્ડીએ હાઇસ્કૂલમાં નક્કી કર્યું કે તે ફ્રાંસમાં ભણશે. બાળપણમાં તેમના ડાન્સ ટીચરથી પ્રભાવિત થઈને તે ફ્રાન્સ સાથે જોડાઈ ગઈ અને પછી તેમણે ફ્રેન્ચ યુનિવર્સિટીમાં એડમિશન લીધું.

તેઓ વર્ષ 2011માં પહેલીવાર મળ્યા હતા અને તેને અવિ ખૂબ જ સરળ લાગ્યો હતો. બીજી તરફ, અવી કહે છે કે સેન્ડી ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી અને તેની આંખો અને સ્મિત ખૂબ જ ક્યૂટ હતા. તેમની મીટિંગ્સ વધી અને જ્યારે તેઓ પહેલીવાર ડેટ પર ગયા ત્યારે તેઓએ ભારતીય ભોજન પણ ખાવાનું શરૂ કર્યું. અહીં અવીએ સેન્ડીને પૂછ્યું “શું તું મારી ગર્લફ્રેન્ડ બનીશ?”

સેન્ડીએ તે સમયે અવિનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો. અભ્યાસ પૂરો કરીને અવિને જર્મનીમાં નોકરી મળી ત્યારે સેન્ડીને પેરિસમાં ખૂબ જ એકલતા અનુભવાતી હતી. તેણી અવિ સાથે પ્રેમમાં પડી ગઈ હતી અને વર્ષ 2018માં ભારત આવીને, બંનેએ એક પાર્ટીમાં સગાઈ કરી અને તે જ વર્ષે કોપનહેગનમાં લગ્ન કર્યા. હવે સેન્ડી સંપૂર્ણપણે ભારતીય સંસ્કૃતિમાં મગ્ન છે. બંને એકબીજાના તહેવારો એકસાથે ઉજવે છે.

Niraj Patel