ભારતમાં ઘણા બધા એવા ઉદ્યોગપતિઓ છે જેમની નામના વિશ્વભરમાં ફેલાયેલી છે. તેમના વિષે પણ અવાર નવાર આપણે સમાચારમાં કે સોશિયલ મીડિયા ઉપર જણાવા મળતું હોય છે. આજે અમે તમને એવા જ 6 ધનકુબેરો વિશે જણાવીશું જેમની પાસે આલીશાન કાર છે. અને એમાં જ તેઓ સફર કરે છે.

1. મુકેશ અંબાણી:
ભારતના જ નહિ પરંતુ વિશ્વભરના ઉદ્યોગપતિઓમાં જેમને આગવું સ્થાન મેળવ્યું છે એવા મુકેશ અંબાણી પાસે ઘણી જ લક્ઝુરિયસ કાર છે જેની કિંમત પણ કરોડોમાં છે. તેમની પાસે મર્સીડીઝ મૈબેક 62 કાર છે જની કિંમત 5 કરોડની આસપાસ છે.

2. અનિલ અંબાણી:
મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પાસે પણ ઘણી બધી લક્ઝુરિયસ કાર છે. પરંતુ આ બધામાં ખાસ તેમની પાસે લેમ્બોર્ગીની ગૈલારાડો સ્પેશિયલ છે. જેની કિંમત 3 કરોડની આસપાસ છે.

3. રતન ટાટા:
ઉદ્યોગપતિ રતન ટાટા પાસે ઘણી બધી કાર તેમના ગેરેજમાં છે. તેમને 2010માં ફરારી કેલિફોર્નિયા ખરીદી હતી. આ ઉપરાંત તેમની પાસે લાફરારી પણ છે. જેની કિંમત 1.6 મિલિયન ડોલર છે જે દુનિયાની સૌથી મોંઘી કારમાની એક છે.

4. ગૌતમ સિંઘાનીયા:
રેમન્ડ્સના ગૌતમ સિંઘાનિયા પાસે ફરારી 458 છે. ગૌતમ કાર રેસિંગનો પણ શોખીન છે. ફરારી ઉપરાંત તેમના ગેરેજમાં ઘણી આલીશાન કાર રહેલી છે.

5. શિવ નાડર:
એસીસીએલના શિવ નાડર પાસે પણ ઘણી જ લક્ઝુરિયસ કાર છે. જેની અંદર રોલ્સ રોય ફેન્ટમ સૌથી ખાસ કાર છે.

6. કે.પી. સિંહ:
ડીએલએફના ચેરમેન કેપી સિંહ પાસે આમ તો ઘણી જ લક્ઝ્યુરિયર કાર છે પરંતુ તે ખાસ મર્સીડીઝ એસ ક્લાસની સવારી કરતા વધારે જોવા મળે છે.