વાહ સલામ છે આ દીકરીના સાહસને…સાડી પહેરીને બાઈક પર આખી દુનિયાની સફર કરવા માટે નીકળી પડી.. એકલા જ કરશે 80 હજાર KMની સફર.. જુઓ

દેશની આ દીકરી મહિલા દિવસે જ સાડી પહેરીને નીકળી ગઈ બાઈક પર દુનિયાની સફર પર, 1 વર્ષમાં કાપશે 80 હજાર કિલોમીટરની યાત્રા..

કેટલાક લોકો ખુબ જ સાહસિક હોય છે અને પોતાની મહેનત અને લગનથી દુનિયાભરમાં પોતાનું આગવું નામ બનાવવા માંગતા હોય છે. ઘણા લોકો એવા એવા કામ કરે છે જેના કારણે તે ઇતિહાસ સર્જી દેતા હોય છે. ત્યારે હાલ એવી જ એક દેશની દીકરીની કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જે સાડી પહેરીને 80 હજાર કિલોમીટરની બાઈક યાત્રા પર નીકળી છે.

દેશની આ બહાદુર દીકરીનું નામ છે રમાબાઈ. રમા એક ઉદ્યોગસાહસિક, પાયલોટ અને બાઇક સવાર છે. સૌથી અનોખી વાત એ છે કે રમા તેની બાઇક પર આખી દુનિયા ફરવા નીકળી છે, તે પણ સાડી પહેરીને. તે જ્યાં પણ જાય છે ત્યાં લોકો તેને જોઈ જ રહે છે અને તેના વખાણ કરતા થાકતા નથી.

રમા કહે છે કે તે PM મોદીના ભાષણથી પ્રેરિત થઈ હતી, જ્યાં PMએ G-20 દેશોને સંબોધિત કરતા કહ્યું હતું કે “ભારતમાં મહિલાઓ અસાધારણ પ્રગતિ કરી રહી છે.” રમાનું કહેવું છે કે આ પછી તેણે જી-20માં સમાવિષ્ટ 12 દેશો સહિત કુલ 40 દેશોમાં બાઇક દ્વારા પ્રવાસ કરવાનો પ્લાન બનાવ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પણ રમાને તેમના સાહસિક કાર્ય માટે સન્માનિત કર્યા હતા. તમને જણાવી દઈએ કે રમાએ આ ઐતિહાસિક બાઇક રાઇડ 8 માર્ચ, મહિલા દિવસના દિવસે શરૂ કરી હતી. તે દિલ્હીથી મુંબઈ પહોંચી રહી છે અને અહીંથી તે ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.

તે સાડી પહેરીને ઓસ્ટ્રેલિયામાં બાઇક પર પર્થથી સિડની જશે. આ 1600 કિમીની યાત્રા ખૂબ જ પડકારજનક રહેશે. રમા આખા વર્ષ દરમિયાન કુલ 80 હજાર કિમીની મુસાફરી કરશે. આ દરમિયાન તે સંપૂર્ણપણે એકલી હશે અને જંગલી વિસ્તારોમાં કેમ્પિંગ કરશે. રમા કહે છે કે તે આનાથી બિલકુલ ડરતી નથી.

Niraj Patel