દિલધડક સ્ટોરી પ્રસિદ્ધ પ્રેરણાત્મક રસપ્રદ વાતો

આ છે એવો ભારતીય જેને 10 હજાર રૂપિયાથી શરૂઆત કરીને ઉભી કરી કરોડોની કંપની

પોતાનો કારોબાર શરુ કરતા પહેલા નીતિન કપૂર એક ખાનગી બેંકમાં કામ કરતા હતા અને અમિત ગુપ્તા ઈબે સાથે કામ કરી રહયા હતા. આ પછી બંનેએ સાથે મળીને કશું નવું કરવાનો નિશ્ચય કર્યો. બંનેએ નોકરી છોડીને સ્ટાર્ટઅપ કંપની ઇન્ડિયન બ્યુટીફૂલ આર્ટ (IBA) શરુ કરી ત્યારે તેમને અંદાજો પણ ન હતો કે એક દિવસ તેમની કંપની કરોડોમાં કમાણી કરશે.

Image Source

તેમને માત્ર 10000 રૂપિયાના રોકાણથી એક ઈ-કોમર્સ કંપની શરુ કરી. 2010માં કંપનીની શરૂઆત લેસ અને ગોટપટ્ટીના વેચાણથી થઇ હતી. આજે તેમની બ્રાન્ડ અમેરિકા, યુકે, જર્મની જેવા દેશો સુધી પહોંચી ગઈ છે. કંપની દર મહિને 31000 ઓર્ડર્સ પુરા કરે છે, જે મુખ્યત્વે યુએસ, યુકે, સાઉથ ઇસ્ટ એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાથી આવે છે. તેમને પરિધાન ઉદ્યોગ દ્વારા મોટા પાયે ઉત્પન્ન કચરા પર ધ્યાન આપ્યું, સાથે જ તેમને આ ઉદ્યોગમાં પાણી જેવા બહુમૂલ્ય સ્ત્રોતના વ્યય પર પણ ધ્યાન આપ્યું.

તેમના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં તેઓ ટ્રેન્ડિંગ મોડેલ પર કામ કરતા હતા. તેમની કંપની તૈયાર પ્રોડક્ટ સોર્સ કરતી હતી. પછી ઈ-કોમર્સના હિસાબથી ફોટોશૂટ થતું હતું, સેલ થયું તો ઠીક અને નહિ તો ફેશન ખતમ થયા બાદ ઇન્વેન્ટરી જમા થતી હતી. ઇન્વેન્ટરી બેસ્ડ મોડલમાં ઘણું રોકાણ થતું હતું અને ઇન્વેન્ટરી પણ ભેગી થતી હતી. એ પછી તેમને બિઝનેસ મોડલમાં બદલાવ લાવવાનું નક્કી કર્યું. 5-6 કરોડના રોકાણ બાદ એક એવું મોડલ બનાવ્યું કે જ્યાં ઇન્વેન્ટરીની જરૂર નથી.

Image Source

ઇન્ડિયન બ્યુટીફૂલ આર્ટે એ સુનિશ્ચિત કર્યું કે ગ્રાહક દ્વારા ઓર્ડર મળ્યા બાદ જ કપડાં બનાવવામાં આવે. આ અંગે કંપની જણાવે છે કે ઓર્ડર મળ્યાથી લઈને ઓર્ડર મોકલવા સુધીની પ્રક્રિયા 48 કલાકની અંદર પુરી થઇ જાય અને એમાં પ્રાકૃતિક સંસાધન બરબાદ ન થાય.

નીતિન જણાવે છે કે હવે ઓર્ડરના હિસાબથી કપડા બનાવતા સમયે જસ્ટ ઈન ટાઈમ ટેક્નોલોજીથી પ્રિન્ટિંગ કરવામાં આવે છે, જેનાથી પાણી બચે છે. કંપની ડિજિટલ પ્રિન્ટિંગ કરે છે જેમાં પાણીનો ઓછો વપરાશ થાય છે. કંપનીનો દાવો છે કે તેમની જસ્ટ ઈન ટાઈમ ટેક્નોલોજી દ્વારા તેઓ પાણીની બચત કરવામાં સફળ છે. જણાવી દઈએ કે પાણીનો સૌથી વધુ વપરાશ ફેશન ઇન્ડસ્ટ્રીમાં થાય છે. 48 કલાકના સમયગાળામાં કામ કરવા માટે કંપનીએ જાપાન, કોરિયા અને ચીનથી મશીન મંગાવ્યા, આ મશીન કોઈ પણ પ્રકારના હ્યુમન ઇન્ટરવેનશન વિના ગાર્મેન્ટ્સની સાઈઝ પ્રમાણે ઓટોમેટિકલી કટ, પ્રિન્ટ અને સ્ટીચ કરે છે.

Image Source

આ મોડલમાં કોઈ પણ પ્રકારનો વ્યય ઓછો થાય છે – જેમ કે ઇન્વેન્ટરી વેસ્ટ અટકે છે, જેમાં કાચો માલથી લઈને બીજા પ્રકારની વસ્તુઓ ભેગી ન નથી થતી. ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘટે છે. ડિમાન્ડ કરવા વધુ માલ બનતો અટકે છે, ડિફેક્ટવાળો માલ ભેગો નથી થતો, અને ઈલેક્ટ્રીસીટી, ગેસ અને પાણી જેવા સ્ત્રોતનો વ્યય નથી થતો.

નીતિન જણાવે છે કે નોકરીમાં ક્યારેય પણ તેમનું મન લાગ્યું ન હતું કારણ કે તેમને 10થી 7ની નોકરી ક્યારેય પસંદ નથી આવી. તેમને હંમેશાથી જ પોતાનો બિઝનેસ કરવો હતો, જ્યાં બીજાને પણ રોજગાર આપી શકાય. આજે તેમની કંપનીમાં 300થી વધુ લોકો કામ કરે છે.

Image Source

નીતિને જણાવ્યું કે તેમને 10000 રૂપિયામાં કારોબાર શરુ કર્યો હતો, પણ પછીથી સરકાર પાસેથી મદદ મળી હતી. તેમની કંપની કિડ્સ, વુમેન અને મેન્સ વેર બનાવે છે, જેની શરૂઆતી કિંમત 30 યુએસ ડોલર એટલે કે લગભગ 2500 રૂપિયા થાય છે. ખાસ વાત એ છે કે કંપની ઓર્ડર મળ્યા બાદ જ કપડાં બનાવવાનું શરુ કરે છે.

હાલ કંપની ઇન્વેન્ટરી અને વેરહાઉસમાં રોકાણ નથી કરી રહી. ભવિષ્યમાં ઓનલાઇન ટૂ ઓફલાઈન (O2O) મોડલ પર લઈ જવાની યોજના છે. જ્યા કસ્ટમર સ્ટોર પર આવીને સેમ્પલ જોઈ શકે અને પછી ઓર્ડર આપી શકે. આજે ઇન્ડિયન બ્યુટીફૂલ આર્ટ વૈશ્વિક સ્તર પર ભારતીય ઉત્પાદોના ઈ-કોમર્સ ક્ષેત્રમાં સૌથી વધુ ઓનલાઇન વિક્રેતાઓમાંથી એક છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.