શરીર ઉપર બે બે ગોળીઓ વાગવા છતાં પણ બહાદુરીથી લડતો રહ્યો ભારતીય સેનાનો બહાદુર શ્વાન “ZOOM”, વીડિયો જોઈને સલામ કરશો

શ્વાન એક વફાદાર પ્રાણી છે અને તેની વફાદારીના ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. સોશિયલ મીડિયામાં પણ શ્વાનની વાયફાદરીના ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે. શ્વાનની બહાદુર અને વફાદારીના કારણે જ તેમને પોલીસ અને સેનામાં સ્થાન મળતું હોય છે, ત્યારે હાલ ભારતીય સેનાએએ એક શ્વાનની બહાદુરીનો વીડિયો શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ શ્વાનને સલામ કરી રહ્યા છે.

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાનો બહાદુર શ્વાન ‘ઝૂમ’ ગંભીર રીતે ઘાયલ થયો હતો. દક્ષિણ કાશ્મીર જિલ્લાના તંગપાવા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે ચોક્કસ ઈનપુટ મળ્યા બાદ સેનાએ સોમવારે તેના પ્રશિક્ષિત શ્વાન ઝૂમને એક ઘરની અંદર કોર્ડન અને સર્ચ ઓપરેશન માટે મોકલ્યો હતો.

જોકે, ઓપરેશન દરમિયાન શ્વાનને બે ગોળી વાગી હતી અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે ઝૂમે આતંકવાદીઓને ઓળખી કાઢ્યા અને તેમના પર હુમલો કર્યો, જે દરમિયાન શ્વાનને બે ગોળી વાગી હતી. સેના દ્વારા અનેક ઓપરેશનમાં આતંકવાદીઓ સામે લડતા ‘ઝૂમ’નો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો.

ક્લિપમાં, સેનાએ ‘ઝૂમ’ને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. અધિકારીઓએ કહ્યું, “ઓળખ પછી ઝૂમે આતંકવાદીઓ પર હુમલો કર્યો જે દરમિયાન તેને બે ગોળી પણ લાગી.” તેઓએ કહ્યું કે ઝૂમે લડવાનું ચાલુ રાખ્યું અને તેનું કાર્ય પૂર્ણ કર્યું, પરિણામે બે આતંકવાદીઓ માર્યા ગયા.


અધિકારીઓએ જણાવ્યું કે આ બહાદુર શ્વાને આર્મી વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકવાદીઓ માર્યા ગયા હતા, જો કે બે સૈનિકો પણ ઘાયલ થયા હતા. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે ઝૂમનો એક ભાવુક વીડિયો શેર કર્યો છે અને તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે. વીડિયોમાં ઝૂમને તાલીમ આપતા બતાવવામાં આવ્યો છે.

Niraj Patel