ખબર

બ્રેકીંગ ન્યુઝ: ભારત-ચીન અથડામણમાં આપણા 20 જવાનો શહીદ- વાંચો અહેવાલ

LAC બોર્ડર પર ભારત અને ચાઈનાની સેના વચ્ચે થયેલ આજે હિંસક અથડામણ પર વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું છે. ફોરેન મિનિસ્ટ્રીએ કહ્યું કે, ભારતમાં હંમેશા LACનું સન્માન કર્યું અને ચીનને પણ એવું કરવું જોઇએ. મંત્રાલયે કહ્યું કે, LAC પર કાલ જે થયું તેનાથી બચી શકાતું છે. બંન્ને દેશોએ નુકસાન ઉઠાવવું પડ્યું છે.

બેય દેશોના આર્મીમાં થયેલી ગંભીર અથડામણમાં ભારતીય સેનાના 3 નહિં પણ 20 જવાનો શહીદ થયા હોવાનો ઘટસ્ફોટ વિશ્વસનીય સૂત્રોએ કર્યો છે.

આજે ભારતે ચીનને આકરો જવાબ આપ્યો હતો જેમાં ચાઈનાના 43 આર્મી મેનને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું એક સૂત્રોએ જણાવ્યું છે. હજુ આ સંખ્યા વધે એવી શક્યતા છે. સરહદે ભારતની નાની ટૂકડી પર ચીનના મોટી સંખ્યામાં આવેલા આર્મીએ એટેક કર્યો હતો. પરંતુ ભારતના જાંબાજ જવાનોએ ચીનને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને 43 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા હતાં.

આ એટેકમાં 16 બિહાર રેજીમેન્ટના કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ શહીદ થયા છે. વધુમાં હવલદાર પાલાની અને સિપાહી કુંદન ઝાના નામ સામે આવ્યા છે. આમના સિવાયના ભારતીય શહીદોના નામ હજુ જાહેર થયા નથી. ન્યૂઝ એજન્સી ANIએ એક રિપોર્ટમાં સૂત્રોના માધ્યમથી કહ્યું છે કે ચીનના 43 જવાન આ અથડામણમાં માર્યા ગયા છે.

આજની હિંસક અથડામણા પછી ભારતનું કેપિટલ દિલ્હીમાં બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહ, જનરલ બિપિન રાવત અને સેના પ્રમુખ જનરલ એમ એમ નરવણેની સાથે બેઠક થઈ. જ્યારે રાજનથા સિંહે આ મામલાની જાણકારી PM મોદીને ફોન પર આપી હતી. તો વિદેશમંત્રી એસ જયશંકરે પીએમ આવાસ જઈને પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી હતી.

મે મહિનાની શરૂઆતમાં ચાઈનાના સૈનિકોએ એલએસી પર આક્રમક વલણ અપનાવવાનું શરૂ કર્યું હતું. પૂર્વી લદ્દાખમાં 4 જગ્યાએ પીપલ્સ લિબરેશન આર્મી એ ઘૂસણખોરી કરી હતી. મળેલી માહિતી પ્રમાણે મોટી સંખ્યામાં ચાઈના રમી આર્ટિલરી અને સશસ્ત્ર વાહનો સાથે એલએસી નજીક હાજર છે. ગલવાન ઘાટી અને પેંગોંગ તળાવ એ બે મુખ્ય પોઈન્ટો ગણાય છે જ્યાં બેય દેશોનું સેના એકબીજાની સામે છે.