...
   

અમેરિકાના ટેક્સાસમાં ભીષણ રોડ અકસ્માતમાં ભારતીયના એક જ પરિવારના 3 સભ્યોનું મોત; જુઓ દર્દનાક તસવીરો

અમેરિકાના ટેક્સાસમાં એક કાર અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે. આ અકસ્માતમાં અરવિંદ મણિ, તેમની પત્ની પ્રદિપા અરવિંદ અને પુત્રી આંદ્રિલ અરવિંદનું મોત થયું. 14 ઓગસ્ટે ટેક્સાસના લેમ્પસ કાઉન્ટી પાસે સવારે 5.45 વાગ્યે કારનો ભયાનક અકસ્માત થયો હતો. અરવિંદ મણિ તેમના પરિવાર સાથે ડલાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસ જઈ રહ્યા હતા. જ્યાં તેમની પુત્રી આંદ્રિલ પોતાનો કોલેજ અભ્યાસ શરૂ કરવા જઈ રહી હતી.

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ટેક્સાસ પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટ (DPS) એ જણાવ્યું કે 14 ઓગસ્ટના રોજ સવારે લગભગ 6 વાગ્યે કાર યુએસ હાઈવે 281 પર કેડિલેક સીટીએસ સાથે અથડાઈ હતી. જેનું પાછળનું ટાયર ફાટ્યું હતું. જેના કારણે વાહન પરનો કાબુ ગુમાવી દીધો અને તેણે સામેથી આવતા અરવિંદ મણિની કારને ટક્કર મારી હતી.

તેમના પરિવારનો એકમાત્ર સભ્ય 14 વર્ષિય પુત્ર આદિરયાન બચ્યો છે, જે અકસ્માત સમયે કારમાં ન હતો. અરવિંદ મણિના પારિવારિક મિત્ર રાજારામન વેંકટચલમે આદિરયાનને આર્થિક સહાય માટે ‘GoFundMe’ અભિયાન શરૂ કર્યું હતું. GoFundMe અભિયાન હેઠળ કરવામાં આવેલી પોસ્ટમાં રાજારામને લખ્યું, આદિરયાન જે હમણાં 9માં ધોરણમાં છે, તે પરિવાર સાથે નહોતો ગયો અને હવે તેણે તેમના વિના જ જીવવું પડશે.

ઘણા સપના અને આકાંક્ષાઓ સાથેના આ યુવાન છોકરાને અંતિમ સંસ્કારની વ્યવસ્થા, કાયદાકીય બાબતો અને શૈક્ષણિક ખર્ચ સહિત સંભાળ લેવા માટે આપણા સમર્થનની જરૂર છે. તમારું યોગદાન તેને ઓસ્ટિનમાં તેના કાકાના પરિવાર સાથે આ મુશ્કેલ સમયમાંથી નીકળવામાં મદદ કરશે.

Shah Jina