ખબર

ભારતીય વાયુસેનાના કાફલામાં આજથી સામેલ થયું ચિનૂક હેલિકોપ્ટર, 20000 ફુટ ઊંચે સુધી ઉડી શકે છે!

ભારતીય વાયુસેનાના કાફલામાં આજે ‘ચિનૂક’ હેલિકોપ્ટર સામેલ થઇ ગયું છે. અમેરિકન કંપની બોઇંગ દ્વારા બનાવવામાં આવેલા ચાર ચિનૂક CH-47I હેલિકોપ્ટર ભારત આવ્યા છે. આવા 15 હેલિકોપ્ટર ખરીદવામાં આવ્યા છે.

જાણો તેની વિશેષતાઓ…

તેમાં સંકલિત ડિજિટલ કૉકપીટ મેનેજમેન્ટ સિસ્ટમ છે. તેમાં સામાન્ય ઉડ્ડયન આર્કિટેક્ચર કોકપીટ અને અદ્યતન કોકપીટ જેવી સુવિધાઓ છે. આ હેલિકોપ્ટરમાં  એકસાથે જ સૈનિકો ઉપરાંત દારૂગોળો અને હથિયારો પણ જઈ શકે છે. તેને રડારથી પકડવું મુશ્કેલ છે.

આ ભારે મશીનો, તોપો ઉઠાવીને લઇ જઈ શકે છે. 20000 ફીટની ઊંચાઇ સુધી ઉડી શકે છે. તે 10 ટન જેટલું વજન ઉઠાવીને ગમે ત્યાં લઈ જઈ શકે છે. તે 280 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તેની ઊંચાઇ 18 ફૂટ છે અને પહોળાઈ 16 ફુટ છે.

ઘાટીના વિસ્તારમાં પણ કોઈ અભિયાન પર પાડવા માટે ચિનૂકનો ઉપયોગ કરી શકાશે. ગાઢ ઘાટી પ્રદેશમાં પણ આ હેલિકોપ્ટર સરળતાથી ઉડી શકે છે, જેથી ત્યાં આવવા-જવા માટે હવે તેનો ઉપયોગ થઇ શકે છે. કુદરતી આફત સમયે પણ બચાવકાર્યમાં આ હેલિકોપ્ટર ખૂબ કામ લાગશે.


તેને બે પાયલોટ ઉડાવી શકે છે. તેનો ઉપયોગ વિશ્વના 26 દેશોમાં થાય છે અને આ દેશોમાં હવે ભારતપણ જોડાઈ ચૂક્યું છે. આ હેલિકોપ્ટર વિયેતનામ યુદ્ધ, લિબિયા, ઈરાન, અફઘાનિસ્તાન સહિત ઇરાકમાં મોટી અને નિર્ણાયક ભૂમિકા ભજવી ચૂક્યું છે. ભારતમાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવશે.ઇન્ડિયન એર ફોર્સ દ્વારા ચંડીગઢમાં એક ઇન્ડક્શન સમારંભ યોજાયો હતો. એર ચીફ માર્શલ બીએસ ધનોઆ સામેલ થયા હતા. તેઓએ ઔપચારિક રીતે ચિનૂક હેલિકોપ્ટરને એરફોર્સના કાફલામાં સમાવેશ કર્યો.

એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ આ પ્રસંગે જણાવ્યું કે ચિનૂક હેલિકોપ્ટર અમારા ઘણા ઓપરેશનને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. તેનો ઉપયોગ ફક્ત દિવસમાં જ નહીં પણ રાતના પણ સારી રીતે થઇ શકે છે. તેનું બીજું યુનિટ પૂર્વીય કાફલામાં સામેલ કરવામાં આવશે.

હવે જયારે ચિનૂક હેલિકોપ્ટર ભારતીય વાયુસેનાના કાફલામાં સામેલ થઇ ગયું છે ત્યારે સેનાની ક્ષમતા વધશે અને તેના કારણે બોર્ડર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં યોગદાન આપી શકે છે. વર્ષોથી અટવાયેલા ઘણા રોડ પ્રોજેક્ટ્સને પૂરા કરવા માટે આવા જ એક ચોપરાની રાહ જોવાઈ રહી હતી, જે ગાઢ ઘાટીઓમાં જરૂરી સાધનો અને સામગ્રીઓ પહોંચાડી શકે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks