ખબર ફિલ્મી દુનિયા

અનિલ કપૂરની આવાનરી વેબ સિરીઝ ઉપર ભારતીય વાયુસેનાએ દાખલ કરી આપત્તિ, સીન હટાવવાની માંગ

અભિનેતા અનિલ કપૂર તેની ફિટનેસ માટે જાણીતો છે. તે અનુરાગ કશ્યપની નેટફ્લિક્સ ઉપર આવનારી વેબ સિરીઝ “AK vs AK”નું પ્રમોશન કરી રહ્યો છે. આ દરમિયાન જ આ વેબ સીરીઝનો એક સીન વિવાદોમાં ફસાઈ ગયો છે.

Image Source

અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ આ વેબ સિરીઝનું પ્રમોશન કરી રહ્યા હતા. જેમાં હાલમાં જ તેનું ટ્રેલર પણ રજૂ કરવામાં આવ્યું જેમાં અનિલ કપૂર અને અનુરાગ કશ્યપ નજર આવી રહ્યા છે. અનિલ કપૂર વાયુસેના અધિકારીના પાત્રમાં જોવા મળે છે અને તેને વર્ધી પહેરી છે. આ વીડિયોની અંદર તે અનુરાગ સાથે આપત્તીજનક શબ્દોમાં વાત કરી રહ્યો છે.

ભારતીય વાયુસેના દ્વારા હવે આ વીડિયો ઉપર તીખી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. તેમને આ વીડિયોનો વિરોધ કર્યો છે અને આ સીનને હટાવવા માટે માંગણી કરી છે. વાયુસેના દ્વારા આ વીડિયોને રીટ્વીટ કરતા  જણાવવામાં આવ્યું છે કે વીડિયોની અંદર વાયુસેનાની વર્ધીનો ખોટી ભાવનાઓ સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્ધી પહેરવા વાળા વ્યક્તિની ભાષા યોગ્ય નથી. એટલા માટે આ સીનને તાત્કાલિક હટાવવામાં આવે.