ખબર

વિશ્વકપ 2019: પ્રથમ સેમિફાઇનલમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમ્યા વિના પણ ફાઇનલમાં પહોંચી શકે છે ભારત!

આજે આઈસીસી વર્લ્ડ કપ 2019ની પહેલી સેમિફાઇનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં ઓલ્ડ ટ્રેફર્ડ મેદાન પર રમાશે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે પણ વરસાદ પડવાની શક્યતાઓ છે. ત્યારે અહીં નોંધનીય છે કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે લીગ રાઉન્ડ દરમ્યાન જે મેચ રમાવાની હતી, એ પણ વરસાદને કારણે રદ થઇ ગઈ હતી અને હવે સેમિફાઇનલ મેચ પર પણ વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે.

Image Source

જો કે સેમિફાઇનલ અને ફાઇનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે અને જો મંગળવારે વરસાદ પડે છે તો બુધવારે એટલે કે કાલે મેચ રમાશે. જો કે હેરાન કરનાર વાત એ છે કે જો બુધવારે પણ વરસાદ પડવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. એવામાં જો મંગળવાર અને બુધવાર બંને દિવસે વરસાદ પડે છે અને મેચ રમાઈ શકતી નથી તો ભારતીય ટીમને વધુ મેચ જીતવાના આધાર પર સીધી ફાઇનલમાં પહોંચી શકે છે.

જો વરસાદ અટકે છે અને મેચ રમવાનો સમય મળે છે તો ડકવર્થ લુઈસ પ્રણાલીનો ઉપયોગ કરવામાં આવી શકે છે. એક કે બંને ટીમોને 50 ઓવર રમવાનો સમય ન મળે અને લક્ષ્યમાં બદલાવ પણ શક્ય છે. આ બધું જ પરિસ્થિતી પ્રમાણે થશે, જેનો ફાયદો કોઈ પણ ટીમને મળી શકે છે.

Image Source

જણાવી દઈએ કે ભારતે લીગ રાઉન્ડમાં કુલ 9 મેચ રમ્યા છે, જેમાંથી 7 મેચ જીત્યા છે, 1 મેચ હારી છે અને 1 મેચ વરસાદને કારણે રદ થઇ છે. ભારતના ખાતામાં હાલ કુલ 15 પોઈન્ટ્સ છે, જયારે ન્યુઝીલેન્ડ 11 અંકો સાથે ચોથા સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડે 9 મેચ રમ્યા, જેમાંથી 5 જીત્યા, 3 હાર્યા અને 1 મેચ વરસાદને કારણે કેન્સલ થઇ છે. અત્યારે પોઈન્ટ્સ ટેબલ પ્રમાણે ભારતની ટિમ ટોપ પર હોવા છતાં પણ ન્યુઝીલેન્ડને હલકામાં નહિ લેવાનું વિચારશે. જો કે આશા છે કે બંને ટીમે વચ્ચે મેચ રમાશે અને જે પણ ટિમ જીતશે એ ફાઇનલમાં પહોંચશે.

ઈંગ્લેન્ડમાં આ વર્લ્ડકપમાં વરસાદને કારણે ઘણીવાર ક્રિકેટરો અને ક્રિકેટપ્રેમીઓની મજા બગાડી છે. લીગ રાઉન્ડ દરમ્યાન કોઈ રિઝર્વ ડે રાખ્યા ન હતા, પરંતુ સેમિફાઇનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks