ખબર

ભારતમાં કોરોનાનો વિકાસ થયો : કુલ 2 લાખ 97 હજાર કેસો…UK સ્પેન ઇટલી બધાને પછાડી દીધું અને

વિશ્વમાં કોરોનાના કેસમાં ધરખમ વધારો થતો જાય છે. વિશ્વમાં કોરોનાના કેસની સંખ્યા 7,597,426 પહોંચી ગયો છે. ભારત કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા વિશ્વનો ચોથા નંબરનો દેશ બની ગયો છે. આ સાથે જ ભારતમાં કોરોના નોઆંકડો 298,283 પહોંચી ગયો છે. ભારતમાં કોરોનાને 146,972 લોકોએ મ્હાત આપી છે.

Image Source

ગુરુવારે દેશમાં નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા યુકે કરતા પણ વધી ગઈ હતી. ગુરુવારે એક જ દિવસમાં અત્યારસુધીના સૌથી વધુ કેસ તેમજ મૃત્યુ પણ નોંધાયા છે. 11 જૂને દેશમાં 11,000થી વધુ નવા કેસ અને 400થી વધુના મોત થયા છે.

Image Source

ગુરુવાર રાત સુધીના આંકડા અનુસાર, દેશમાં કુલ 298,283 કેસ નોંધાયા છે અને અત્યારસુધી 8,501 લોકોના મોત થયા છે. દેશમાં ગઈકાલે અત્યારસુધીના સૌથી વધુ 11,442 કેસ નોંધાયા હતા. હવે ભારત અમેરિકા, બ્રાઝિલ અને રશિયા બાદ ચોથા નંબરે પહોંચ્યો છે. લોકડાઉન ઉઠાવી લેવાયાના છેલ્લા 11 દિવસમાં દેશમાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે.

Image Source

રાજ્ય સરકારોએ આપેલા આંકડા અનુસાર, જૂન મહિનાના 11 દિવસમાં દેશમાં કુલ 1,06,594 નવા કેસ અને 3,097 મોત નોંધાયા છે. જે બ્રાઝિલ અને અમેરિકા બાદ સૌથી વધુ છે. દેશમાં 30 જાન્યુઆરીએ પહેલો કેસ સામે આવ્યો હતો. જોકે, માત્ર જૂન મહિનામાં જ દેશમાં ત્રીજા ભાગના નવા કેસ નોંધાયા છે.

કોરોનાથી મોતને ભેટનારા 8,501 લોકોમાંથી 38 ટકા લોકો તો માત્ર જૂન મહિનામાં જ નોંધાયા છે. ગઈકાલે જે નવા કેસ નોંધાયા છે તેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ અને દિલ્હી જેવા દેશમાં સૌથી વધુ કેસ ધરાવતા ત્રણ રાજ્યો ઉપરાંત ગુજરાતમાં પણ નવા કેસોમાં મોટો ઉછાળો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં ગઈકાલે 3,607 નવા કેસ સાથે કુલ આંકડો 97,648 પર પહોંચ્યો છે, જે કેનેડામાં નોંધાયેલા કુલ કેસ કરતાં પણ વધારે છે.

Image Source

મહારાષ્ટ્રમાં ગઈકાલે પહેલીવાર 3500થી વધારે નવા કેસ નોંધાયા છે. એટલું જ નહીં ગઈકાલે જ સૌથી વધુ 152 લોકોનાં મોત પણ થયા છે. ચોથા ક્રમે આવતા ગુજરાતમાં પણ ગઈકાલે એક જ દિવસમાં સૌથી વધુ 500+ નવા કેસો નોંધાયા છે. તમિલનાડુમાં પણ ગઈકાલે નવા કેસોમાં બીજો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.