જાણવા જેવું

આ 10 ચીજો ભારતમાં ખુલ્લેઆમ વેચાય છે પણ વિદેશમાં પ્રતિબંધિત છે, મૃત્યુ તરફ ધકેલે છે અમુક ચીજો તો…જાણી લો

ભારતના બજારમાં એવી ઘણી વસ્તુઓ છે જે ખૂબ જ વેચાય છે, પરંતુ તેના પર વિશ્વના ઘણા દેશોમાં પ્રતિબંધ લગાવવામાં આવેલો છે. તેમ છતાં આ વસ્તુઓ ભારતમાં ખૂબ જ પ્રખ્યાત છે, જેમાં દેવાઓથી લઈને ચુઈંગમ પણ સામેલ છે.

1. ડીસ્પ્રીન
ભારતમાં ઘણા તબીબી અને કાયદેસર રીતે શંકાસ્પદ ડ્રગ્સ વેચાય છે, અને આપણે મોટાભાગે આ જ ડ્રગ વાપરીએ છીએ, જેમાંથી એક છે, ડીસ્પ્રીન જે આપણને ઓફિસમાં કે ઘરમાં કોઈ પણ જગ્યાઓ રાખીએ છીએ, જેથી થોડું પણ માથું દુખે તો લઇ શકાય.

2. કિન્ડર ચોકલેટ
નાના લાલ અને સફેદ રંગના ઈંડાના આકારના ખોખામાં આવતી ચોકલેટ કિન્ડર અમેરિકામાં પ્રતિબંધિત છે. તેમાં સાથે આવતું નાનું રમકડું બાળકોના ગળામાં ફસાઈ જવાનો ખતરો રહે છે, જેથી અમેરિકામાં તેના પર પ્રતિબંધ છે.

3. ડી-કોલ્ડ ટોટલ

એક બીજી એવી દવા જે વિદેશોમાં પ્રતિબંધિત છે, કારણકે ડી-કોલ્ડ છેવટે કિડનીની તકલીફો ઉભી કરે છે. ભલે તે શરદી દૂર કરતી હોય.

4. નીમુલાઇડ
ખૂબ જ સામાન્ય પેઈન કિલર યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા બ્રિટન અને અન્ય ઘણા દેશોમાં પ્રતિબંધિત છે. તેના પર પ્રતિબંધ છે કારણ કે તે લીવરના સ્વાસ્થ્ય માટે જોખમી છે, અને તેની કેટલીક ભયાનક આડઅસરો થાય છે. તેમ છતાં ભારતમાં તે ઉપલબ્ધ છે.

5. કાચું દૂધ
કાચું કે અનપેશચુરાઈઝ દૂધ અમેરિકા અને કેનેડાના લગભગ 22 રાજ્યોમાં પ્રતિબંધિત છે. માઈક્રો બગ્સ અને જર્મ્સને કારણે કાચા દૂધ પર અહીં પ્રતિબંધ છે, જો કે ભારત સહીત આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં કાચું દૂધ આસાનીથી વપરાય છે.

6. ચુઈંગમ
ભારતમાં ચુઈંગમ ખાવું ભલે સામાન્ય હોય પણ સિંગાપોરમાં તમે ચુઈંગમ ખરીદી, વેચી કે ખાઈ નથી શકતા. અહીં ચુઈંગમ પર બધી જ રીતે પ્રતિબંધ છે. સાર્વજનિક સ્થળોની સાફ-સફાઈ માટે સિંગાપોરની સરકારે આ નિર્ણય લીધો છે.

7. વિક્સ
ગાળામાં થોડી પણ ખરાશ કે શરદી-ખાંસી થવા પર ભારતમાં ભલે વિક્સનું સેવન ખૂબ જ સામાન્ય હોય, પરંતુ યુરોપ અને ઉત્તર અમેરિકાના કેટલાય દેશોમાં તેના પર પ્રતિબંધ છે. રિપોર્ટ્સ અનુસાર, વિકસમાં એક એવું સામગ્રી હોય છે જેની આડઅસર ખતરનાક હોય છે.

8. જેલી કેન્ડી
ભારતમાં બાળકો કેન્ડી ભલે ચાઉંથી ખાતા હોય, પરંતુ આ યુકે અને યુરોપિયન યુનિયનમાં સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે. રિપોર્ટ્સ અનુસાર, જેલી કેન્ડી કોજૈન નામના થીકલિંગ એજન્ટથી બને છે. જેનાથી બાળકોનું ગળું બેસવાનો ખતરો રહે છે. જો કે ભારતમાં તે આસાનીથી ઉપલબ્ધ છે.

9. રેડ બુલ
દુનિયાભરનું ખૂબ જ લોકપ્રિય હેલ્થ ડ્રિન્ક રેડબુલ પર ફ્રાન્સ, ડેનમાર્ક સહીત ઘણા યુરોપીય દેશોમાં પ્રતિબંધ છે. કેમિકલ ટયૂરિન હોવાના કારણે રેડબુલ પર આ દેશોઅમ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઘણી શોધ અનુસાર કેમિકલ ટયૂરિન મનુષ્યો માટે ખતરનાક છે.

10. રાસાયણિક ખાતર અથવા જંતુનાશક
દુનિયાભરના ઈન્ડિપેન્ડેન્ટ માર્કેટમાં પ્રતિબંધિત લગભગ 67 પેસ્ટીસાઇડ કે ખેતીમાં વપરાતું રાસાયણિક ખાતર ભારતમાં આસાનીથી વેચાય છે. સરકાર તરફથી ગઠિત એક્સપર્ટ કમિટીએ આ બાબતની જાંચ કરી હતી. જેમાંથી આ પેસ્ટીસાઇડને વાપરવાની મંજૂરી આપી હતી અને કેટલાક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેમાંથી કેટલાક છે, કાર્બેરિલ, મેલાથિન, એસેફેટ, ડિમેથોટ, લિન્ડેન, ક્યૂનાલોફસ, ફોસ્ફોમીડીન વગેરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks