ખબર

40 વર્ષ સુધી વાવ્યા વૃક્ષ, 85ની ઉંમરમાં ખુદનું એક જંગલ બનાવી લીધું દેવકી માતાએ- કેટલી સલામ?

આપણે સૌ જાણીએ છીએ કે, માર્ચની શરૂઆત થતા જ તાપમાન 40 ડિગ્રીને પાર કરી જાય છે. ત્યારે લોકો એપ્રિલના પહેલા દિવસે લોકો એપ્રિલ ફૂલ દિવસ મનાવે છે. આ વચ્ચે એક નવું કેમ્પેઈન ચાલુ કરવામાં આવ્યું હતું. લોકો સોશિયલ મીડિયામાં એપ્રિલ ફૂલ ડે ની બદલે એપ્રિલ કુલ ડે તરીકે મનાવ્યો હતો. પહેલી એપ્રિલે મૂર્ખ બનાવવાને બદલે ઓછામાં ઓછા 1 વૃક્ષ વાવ્યું હતું,જેનાથી જમીન ઠંડી થાય થાય અને જળ,જંગલ અને પર્યાવરણને બચાવી શકાય. આ કેમપેઇનને વીરેન્દ્ર સહેવાગ જેવા ખેલાડીઓ પણ સપોર્ટ કર્યો હતો. તો આજે આપણે એવા વ્યક્તિઓ વિષે જાણીશું કે, જેને વૃક્ષ વાવી અને પર્યાવરણ બચાવવું પુણ્યનું કામ છે.

Image Source

104 વર્ષના સાલમરદા થિમકકા અમ્માએ બાળકોની જેમ ઝાડને ઉછેરીને 400 વૃક્ષ વાવી તેનો ઉછેર કર્યો હતો. થોડા સમય પહેલા તેમને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ ભવનમાં આ મૌકા પર થિમકકાએ રાષ્ટ્રપતિના માથા પર હાથ મુક્યો ત્યારે વડાપ્રધાન મોદડી સહિતના નેતાઓ ભાવવિભોર થઇ ગયા હતા. મજૂરી કરીને ગુજરાન ચલાવનાર કર્ણાટકના રામનગર જિલ્લાના આ વૃદ્ધાને કોઈ બાળક ના થયું તો એક દિવસ તેને એક ઝાડ રોપી દીધું હતું. ઘણા વર્ષો સુધી તેની બાળકોની જેમ ઉછેર કર્યો હતો. પછી એવું થયું કે જિંદગીનું એકલાપણુ દૂર કરવા માટે વૃક્ષ વાવવાનો સિલસિલો તેનું ઝુનુન બની ગયો હતો.થિમકકાએ અત્યાર સુધીમાં 4 કિલોમીટર સુંઢિયાના હાઈવેના કિનારે 400 વૃક્ષ વાવૈ ચુકી છે. જેની કિંમત લગભગ 15 લાખ રૂપિયા જેટલી છે. પુરસ્કાર મેળવ્યા બાદ તેઓએ રાષ્ટ્રપતિ ભવનમાં એક વૃક્ષ વાવીને વિદાઈ લીધી હતી.

Image Source

પદ્મ શ્રીથી સન્માનિત જાદવ પાયેંગેને બ્રહ્નપુત્ર નદીના કિનારે અરુણા સપોરી ગામ પાસે તએકલા 1200 એકરમાં એક જંગલ બનાવી દીધુ હતું. 35 વર્ષથી જંગલ અને જાનવરને બચાવવામાં લાગેલા જાદવની આ પહેલની શરૂઆત દુનિયાને 5 વર્ષ પહેલા જ થઇ હતી. જાદવનું આ મિશન આસામમાં 1979ના ભયંકર પૂર બાદ શરુ કર્યું હતું.ત્યારે તેની ઉંમર ફક્ત 15 વર્ષની હતી. જાદવે એની જાત મહેનતથી અહીં વાંસનું જંગલ બનાવી લીધું હતું. હાલ તો જાદવ પાયેંગે   જાણીતા માજુલી દ્વીપના પર્યાવરણ બચાવવામાં લાગ્યા છે.

Image Source

ઉત્તરાખંડના ‘ટ્રી મેન’ તરીકે જાણીતા વિશ્વેશ્વર દત્ત સલનાનીએ આઠ વર્ષની ઉંમરમાં જ પહેલો વૃક્ષ વાવ્યું હતું, ત્યારબાદ તેના ભાઈના મૃત્યુના દુઃખમાંથી બહાર નીકળવા માટે લગાતાર વૃક્ષ ઉછેરતા હતા. વિશ્વેશ્વરએ તેના પત્નીના મૃત્યુ બાદ વૃક્ષ પ્રત્યેનો ઉત્સાહ વધી ગયો હતો. તેઓએ ગઢવાલ જિલ્લામાં લગભગ 50 લાખ જેટલા ઝાડ વાવ્યા છે. થોડા સમય પહેલા જ વિશ્વેશ્વરનું મોત નીપજ્યું હતું. વૃક્ષ ઉછેરના મુદ્દે તેના બાળકોએ કહ્યું હતું કે, તેના પિતાને 9 બાળકો નહિ પરંતુ 50 લાખ બાળકો છે.

Image Source

આજથી 40 વર્ષ પહેલા કેરળના દેવકી અમ્માએ 1000 હજાર ઝાડના એક જંગલને પોષણ આપીને મોટા કર્યા છે. આ અમ્માને થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ પુરસ્કાર મળ્યો હતો. લગ્ન બાદ દેવકી અમ્મા સાસુ સાથે ખેતી કરવા લાગી હતી. 1980માં એક દુર્ઘટનામાં તેના પગમાં ઇજા થઇ હતી. ત્યરબાદ અમ્માએ તેના ઘર પાસે એક વૃક્ષ વાવવાની શરૂઆત કરી હતી.ધીરે-ધીરે આ અમ્માએ અલાપુઝા જિલ્લાના એક ગામમાં પાંચ એકરનું જંગલ તૈયાર કરી દીધું હતું. અમ્માએ તેના વાવેલા વૃક્ષમાં પ્રાકૃતિક ખાતરનો જ ઉપયોગ કરે છે. અમ્માના પતિ ગોપાલ કૃષ્ણ વૃક્ષના બીજ લાવીને દેવકી અમ્માને પ્રોત્સાહિત કરે છે. વેકેશનના સમયગાળામાં આ અમ્માના પૌત્રો-પૌત્રીઓ વૃક્ષોની માવજત કરી દેખભાળ કરે છે. આ કામ નવી પેઢીઓ માટે તહેવાર જેવું હોય છે.

Image Source

રાધે શ્યામને લોકો વરિયાળી વાળા રાધેશ્યામ તરીકે ઓળખે છે. રાધેશ્યામ સવારે ઉઠીને ત્રણ થી ચાર કલાક સુધી વરિયાળીના ઝાડને પાણી પીવડાવે છે. અને પશુઓથી બચાવવા માટે તેની આસપાસ કાંટાની જાળી કરી દેવામાં આવે છે. રાધેશયમ વર્મા અત્યાર સુધીમાં અલગ-અલગ જગ્યાએ વરિયાલના ઝાડ વાવી ચુક્યા છે.

Image Source

ચંડીગઢમાં જન્મેલા સ્વામી પ્રેમ પરિવર્તન ઉર્ફે પીપલ બાબા તેની સંસ્થા ગીવ મી ટ્રીથી દેશના ઘણા રાજ્યમાં લાખો વૃક્ષો વાવી ચુક્યા છે. પીપળાના વૃક્ષને વધારે પ્રેમ કરવાના કારણે લોકો તેને પીપલ બાબા તરીકે બોલાવે છે. તેઓ કહે છે કે તે જ્યારવે 10 વર્ષના હતા ત્યારે દીવાલો અને અન્ય જગ્યા પર લાગેલા પીપળાના ઝાડનેમાટીમાં લગાવી દેતા હતા. અને તે ઉગી પણ જતા હતા. બાળપણનો શોખ ધીમે-ધીમે આદતમાં બદલાવ લાગ્યો હતો.

Image Source

મધ્યપ્રદેશના નાના ગામડામાં ખેડૂત પરિવારમાં જન્મેલા જયરામ મીણાના પરિવાર પર વૃક્ષ વાવવાનો પ્રેમ એટલો આવ્યો છે કે 20 વર્ષની મહેનત બાદ તેને 11 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ પૂરો કર્યો છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks