આફ્રિકા સામે વન ડે સિરીઝ જીતતા જ શિખર ધવનની ટીમ આવી ગઈ ઉત્સાહમાં, “બોલો તારા રા..” ગીત ઉપર કર્યો ધાંસુ ડાન્સ, જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાએ મંગળવારે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં શાનદાર જીત નોંધાવી હતી. પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 99 રનમાં આઉટ થઈ ગઈ હતી. ટાર્ગેટનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાએ 19.1 ઓવરમાં 7 વિકેટે જીત મેળવી લીધી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-1થી સફળતા મેળવી છે.

શિખર ધવનની કેપ્ટન્શીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ જીત બાદ ટીમ ઈન્ડિયાએ ડ્રેસિંગ રૂમમાં જોરદાર ડાન્સ કર્યો હતો. ધવને આ સેલિબ્રેશનનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે અને ટીમના અન્ય ખેલાડીઓ “બોલો તારા રા રા” પર જોરદાર ડાન્સ કરતા જોવા મળે છે. ગીત શરૂ થતાંની સાથે જ ડાન્સ માટે તૈયાર ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ એક્શનમાં ઝૂકી જાય છે અને ઊર્જાથી ભરપૂર હોય છે.

પાછળથી ટુવાલ ફેંકવામાં આવે છે અને બધા આ ડાન્સના નશામાં આવી જાય છે. મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ઈશાન કિશન સહિત તમામ ખેલાડીઓ જોરદાર નાચતા જોવા મળે છે. ક્રિકેટ ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ધવને આ વીડિયો શેર કર્યો અને કેપ્શન આપ્યું  “જીત કે બોલો તારા રા રા.”

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા માટે કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4.1 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. બીજી તરફ શાહબાઝ અહેમદે 7 ઓવરમાં 32 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદરે 4 ઓવરમાં 15 રન આપીને 2 અને મોહમ્મદ સિરાજે 5 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી હતી. સિરાજને પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો.

Niraj Patel