ખરેખર મેચની ટિકિટોએ તો ભારે કરી હો…અમદાવાદમાં મેચની ટિકિટ વેચવા આવેલા બે મિત્રોનું અપહરણ, માર મારી સાડા પાંચ લાખ રૂપિયા માંગી 24 હજાર પડાવ્યા

મેચની ટિકિટનો સોદો કરવો યુવકોને ભારે પડ્યો, માર મારી 13 લાખનું ફ્રોડ કર્યાંનો વીડિયો ઉતારી આરોપીઓએ 24 હજાર પડાવ્યા

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

14 ઓક્ટોબર શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ છે, જેને લઇને ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મેચને લઇને ટિકિટ મળવી ઘણી મુશ્કેલ થઇ રહી છે. એવામાં આ તકનો લાભ ગઠિયાઓ ઉઠાવી રહ્યા છે. તેઓ મેચની ડુપ્લિકેટ ટિકિટો બનાવી રહ્યા છે અને શોર્ટકટથી રૂપિયા કમાવી રહ્યા છે.

મેચની ટિકિટ વેચવા આવેલા બે મિત્રોનું અપહરણ
જો કે, ચાર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. અમદાવાદના સેટેલાઇટમાંથી મેચની ટિકિટનો સોદો કરવા આવેલ બે યુવકોનું અપહરણ કરીને માર મારી રૂપિયા પડાવવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. બે મિત્રો ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટનો વહીવટ કરવા ગયા હતા અને આ દરમિયાન કેટલાક શખ્સોએ બંનેનું અપહરણ કરી લીધુ અને બહુ માર માર્યો.

માર મારીને સાડા પાંચ લાખ રૂપિયા માંગી 24 હજાર પડાવી લીધા
જો કે, અપહરણ કરનાર આરોપીઓએ બંનેનો વીડિયો ઉતાર્યો, જેમાં બંને પાસે બોગસ ટિકિટ વેચતા હોવાનું કબૂલાવ્યું. આ ઉપરાંત 13 લાખની છેતરપિંડી પણ તેમણે કરી હોવાનું વીડિયોમાં કબૂલાવ્યું હતું. જો કે, તે પછી બંને પાસે પાંચ લાખ રૂપિયાની માંગ કરી 24 હજાર પડાવ્યા હતા.

મેચની ટિકિટનો સોદો કરવો યુવકોને ભારે પડ્યો
આ પછી મામલો સેટેલાઈટ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને ફરિયાદ બાદ પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી. જણાવી દઇએ કે, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ ચાર યુવકોને ડુપ્લીકેટ ટિકિટો વેચતા પકડ્યા હતા.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina