ખબર

ભારતમાં કોરોનાએ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું, છેલ્લા 24 કલાકના આંકડા છે જોવા જેવા

કોરોનાની શરૂઆત થતા જ ભારત સમેત દુનિયાના ઘણા દેશોની અંદર લોકડાઉન લગાવવામાં આવ્યું જેના કારણે કોરોનાના વ્યાપને રોકી શકાય, પરંતુ કોરોનાના કરોડો કેસ સામે આવવા લાગ્યા અને દુનિયાભરના દેશોની ચિંતામાં પણ વધારો થવા લાગ્યો.

Image Source

કોરોનાના ઘટતા કેસના કારણે લોકડાઉન હટાવીને છૂટછાટ પણ આપવામાં આવી પરંતુ હવે સતત કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. સતત ત્રીજા દિવસે પણ 16 હજારથી વધારે નવા મામલાઓ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 16,577 નવા કોરોના કેસ મળ્યા છે અને 120 લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

Image Source

જો કે આ દરમિયાન એક સારી બાબત એ પણ છે કે 12,179 લોકો કોરોનાથી સાજા પણ થઈ ચુક્યા છે. સારી વાત તો એ પણ છે કે છેલ્લા થોડા દિવસમાં કેટલાક રાજ્યોની અંદર કોરોનથી એક પણ મોત થઇ નથી. આ પહેલા બુધવારના રોજ કોરોનાના 16,738 કેસ નોંધાયા હતા.

Image Source

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે હવે દેશની અંદર કોરોનાના કુલ મામલા વધીને 1 કરોડ 10 લાખ 63 હજાર 491 થઇ ગયા છે. અત્યાર સુધી કુલ 56,825 લોકોના મોત થયા છે. તો 1 કરોડ 7 લાખ 50 હજાર 680 લોકોએ કોરોનાને હરાવીને સાજા પણ થઇ ચુક્યા છે. દેશની અંદર હવે એક્ટિવ કેસોની સન્ખ્યા વધીને 1 લાખ 55 હજાર 986 થઇ ગઈ છે.

Image Source

તો મહારાષ્ટ્રની અંદર કોરોના રોકાવવાનું નામ નથી લઇ રહ્યો. સૌથી વધારે મૃત્યુ અને વધારે કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. સતત બીજા દિવસે 8,000થી વધારે નવા મામલા સામે આવ્યા છે. રાજ્યમાં સંક્રમણના કુલ મામલાઓ વધીને 21,29,821 પસુધી પહોંચી ગયા છે. છેલ્લા 24 કલાકમાં 8,702 નવા મામલા સામે આવ્યા તો બુધવારના રોજ 8,807 નવા મામલા સામે આવ્યા હતા. સંક્રમણથી 56 બીજા દર્દીઓના પણ મૃત્યુ થયા છે જેના કારણે મૃત્યુઆંક વધીને 51,993 પહોંચી ગયો છે.

Image Source

તો વાત રસીકરણની કરીએ તો 25 ફેબ્રુઆરી સુધી દેશભરમાં 1 કરોડ 34 લાખ 72 હજાર 643 સ્વાસ્થ્યકર્મિઓ અને કોરોના યોદ્ધાઓને કોવિડ-19ની વેક્સીન લગાવી દેવામાં આવી છે. ગતરોજ 8 લાખ 1 હજાર 480 લોકોને રસી આપવામાં આવી. એક દિવસમાં અત્યાર સુધી સૌથી વધુ વેક્સીન લગાવવાની આ સૌથી મોટી સંખ્યા છે. વેક્સીનનું બીજું ચરણ 13 ફેબ્રુઆરથી શરૂ થયું હતું.

Image Source

સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 60 વર્ષથી વધારે ઉંમરના લોકો અને કોઈ બીજી બીમારીથી પીડાતા 45 વર્ષથી વધારેની ઉંમરના લોકોને એક માર્ચથી કોરોના વાયરસની વેક્સીન સરકારી કેન્દ્રો ઉપર નિઃશુલ્ક આપવામાં આવશે.