ખબર

કોરોનાનો આતંક વધ્યો: દેશમાં એક જ દિવસમાં બધો રેકોર્ડ તૂટ્યો પણ એક સૌથી સારા સમાચાર પણ આવ્યા

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કેસમાં દરરોજ વધારો થતો જાય છે. દેશમાં કોરોનાનો આંકડો 1 લાખને પાર પહોંચી ગઈ છે.

Image Source

મંગળવારે દેશમાં કોરોના સંક્રમણના કુલ 5611 નવા કેસ નોંધાયા છે. જેમાં મોટાભાગે એવા લોકો છે જે વિદેશથી અથવા અન્ય રાજ્યોથી પરત ફર્યા છે. કોરોના વાયરસના કારણે મરનારાઓનો આંકડો અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ઓછો છે અને સંક્રમણનો આંકડો 1 લાખને પાર પહોંચવામાં ઘણો વધુ સમય લાગ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આંકડા જાહેર કરી કહ્યું કે દેશમાં મંગળવારે કોરોના વાયરસ સંક્રમણના કારણે કુલ મૃત્યુઆંક 3303 પર પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ કેસ 106750 નોંધાયા છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સંક્રમણના લગભગ 5611 નવા મામલા અને 140 લોકોના મોત થયા છે. ઉપરાંત, અત્યાર સુધી 59 હજારથી વધુ લોકો સાજા થયા છે.

Image Source

વર્લ્ડોમીટર્સ મુજબ ભારત કોરોના વાયરસના તપાસની કુલ સંખ્યા મામલે અમેરિકા, રશિયા, જર્મની, ઇટલી, સ્પેન અને બ્રિટેન બાદ દુનિયામાં 7માં નંબરે છે. જ્યારે પ્રતિ 10 લાખ લોકોની તપાસ મામલે ભારત 139માં નંબરે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.