ખબર

બ્રેકીંગ ન્યુઝ: UK થી ભારત નહિ આવી શકાય, મોદી સરકારે લીધો સૌથી મોટો નિર્ણય

કોરોના મહામારી હજુ થમવાનું નામ નથી લઇ રહી ત્યારે બીજી તરફ હવે બ્રિટેનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળ્યા બાદ દુનિયભરમાં હડકંપ મચી ગયો છે.ભારતમાં આ સ્ટ્રેનને લઈને આપાતકાલીન બેઠક પણ બોલાવવામાં આવી હતી, જે અંતર્ગત આજે મહત્વનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. (તમામ તસ્વીર પ્રતીકાત્મક છે.)

Image Source

યુરોપિયન દેશો દ્વારા બ્રિટેનમાંથી અવર-જ્વર ઉપર રોક લગાવી દેવામાં આવી હતી ત્યારે આજે ભારતમાં મળેલી આપાતકાલીન બેઠકની અંદર પણ બ્રિટેનથી આવનારી તમામ ફલાઇટો ઉપર  31 ડિસેમ્બર સુધી રોક લગાવી દેવામાં આવી છે.

Image Source

ફલાઇટ ઉપર બેન આજે રાત્રે 12 વાગ્યાથી જ શરૂ થઇ જશે. આ પહેલા આવનારી ફલાઈટના દરેક પેસેન્જર માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત કરી દેવમાં આવ્યો છે.

Image Source

ભારત સરકાર દ્વારા ટ્વીટ કરીને જણાવામાં આવ્યું છે કે બ્રિટેનની અંદર હાલની સ્થિતિને જોતા ભારત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 31 ડિસેમ્બર 2020 સુધી બ્રિટનથી ભારત આવનારી તમામ ફ્લાઇટ ઉપર રોક લગાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો પ્રસાર શરૂ થયા બાદ તેના અલગ અલગ રૂપ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે દુનિયાભરના વૌજ્ઞાનિકોની પણ સમજથી બહાર છે. હાલ બ્રિટેનમાં ફેલાઈ રહેલા વાયરસ અંગે વૈજ્ઞાનિકોનું એવું અનુમાન કરે છે બ્રિટનમાં જોવા મળતા કોરોના વાયરસનું નવું સ્વરૂપ પહેલાં કરતાં 70% વધુ જોખમી હોઈ શકે છે. અને એક સર્વે પ્રમાણે આ નવાવાયરસથી 50%થી પણ વધુ લોકો બ્રિટેનમાં સંક્રમિત થઇ ચુક્યા છે.

એક તરફ કોરોના વાયરસના પ્રભાવથી આખી દુનિયા મુશ્કેલીમાં છે ત્યાં બીજી તરફ હવે બ્રિટેનમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળ્યા બાદ દુનિયભરમાં હડકંપ મચી ગયો છે.કોરોના વાયરસનો પ્રસાર શરૂ થયા બાદ તેના અલગ અલગ રૂપ પણ જોવા મળી રહ્યા છે, ત્યારે દુનિયાભરના વૌજ્ઞાનિકોની પણ સમજથી બહાર છે. હાલ બ્રિટેનમાં ફેલાઈ રહેલા વાયરસ અંગે વૈજ્ઞાનિકોનું એવું અનુમાન કરે છે બ્રિટનમાં જોવા મળતા કોરોના વાયરસનું નવું સ્વરૂપ પહેલાં કરતાં 70% વધુ જોખમી હોઈ શકે છે.

તો બીજી તરફ બ્રિટેનમાં ફેલાઈ રહેલા આ વાયરસના નવા સ્ટ્રેન બાદ સાઉદી અરબ દ્વારા તમામ ફલાઈટોને આગામી એક અઠવાડિયા સુધી સ્થગિત કરી દીધી છે. તેમજ બોર્ડરને પણ સીલ કરી દીધી છે. સાઉદી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જે લોકો યુરોપિયન દેશોથી સાઉદી આવ્યા છે તેઓને બે અઠવાડિયા સુધી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડશે.