કોઈ પણ કર્મચારીને તેનું કામ અને તેના કામ કરવાની જગ્યા બહુજ મહત્વપૂર્ણ છે. ઓફિસની બનાવટ અને માહોલ ઘણી હદ સુધી તેની કામ કરવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. દેશ-દુનિયાને ઓફિસના ઇન્ટિરિયર અને નીતિઓએ બનાવતી વખતે તેની ખાસ ધ્યાન રાખે છે. ભારતમાં ઘણી એવી ઓફિસ છે જેનું આર્કિટેક્ચર કમાલનું છે. અહી ઓફિસના કામની સાથે-સાથે તેના કામના કલાકો દરમિયાનકર્મચારીઓ મનોરંજન કરી શકે તેવી સુવિધા પણ ઉપલબ્ધ હોય છે. આવો જાણીએ એવી દેશ-દુનિયાની ઓફિસો વિષે.
ગુગલ હૈદરાબાદ
ગુગલની ઓફિસ હૈદરાબાદમાં તેના ઇન્ટિરિયરના કારણે જાણતી છે. અહીં કર્મચારીઓ ઈનડોર ક્રિકેટ પીચ, ટેબલ ટેનિસ, ફૂટબોલ, પુલ અને એક્સ બોક્સમાં રમીને થોડું મનોરંજન માની શકે છે. અહીં કર્મચારીઓના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ રાખવામાં આવે છે.ઓફિસમાં ટ્રેડ- મિલ સાથે લેપટોપ એટેચ કરવામાં આવે છે.
મીત્રા, બેંગલોર

આનો ઇન્ટિરિયર સિલ્વર લુક આપે છે. આ ચાર માળની ઇમારતના દરેક ફ્લોરનું નામ ફેશનથી જોડાયેલી કોઈને કોઈ ચીજ પર રાખવામાં આવ્યું છે. અહીં આવનારા લોકોનું સ્વાગત એક લાઈવ વિડીયો શૂટથી કરવામાં આવે છે. ગ્રાઉન્ડ ફ્લોર પર રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે.
ફ્રેશ ડેસ્ક, ચેન્નાઇ

આ ઓફિસના ઇન્ટીરિયરની વાત કરવામાં આવે તો અહીં પીલર્સ અને દિવારો પર ઝાડ લગાવવામાં આવ્યા છે. બામ્બુના ઝાડ પર જોઈ શકાય છે. અહીં બધા ઓફિસમાં કુલ લુકમાં જોવા મળે છે. કર્મચારીઓ માટે ટેબલ ટેનિસ, મીની ગોલ્ફ અને ફૂટબોલ રમવાની સુવિધા છે.
માઈક્રોસોફ્ટ ગુરુગામ

માઈક્રોસોફ્ટની ઓફિસમાં એવી રીતના ઝાડ લગાવ્યા છે જેના કારણે પ્રકૃતિની પાસે હોવાનું અહેસાસ કરાવે છે. ઇન્ટિરિયરમાં વધારે નારંગી કલરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઘણી જગ્યા પર સંસ્ક્રુતમાં શ્લોક પણ લખેલા જોવા મળે છે. કમર્ચારીઓ માટે લાઉંઝ,કેફે અને ફોન રૂમનો સુવિધા આપવામાં આવી છે.
પેગા સિસ્ટમ, હૈદરાબાદ

આ અમેરિકન સોફ્ટવેર કંપની છે. અહીં કોન્ફરન્સ રૂમનું નામ કોના કોઈ ભારતીય અને હૈદરાબાદી સ્થળ પર રાખવામાં આવ્યું છે. અહીં ઓફિસમાં મેટથી લઈને દીવાલ સુધી કલરફુલ છે. કર્મચારીઓને કેફેટેરિયામાં ફ્રીમાં નાસ્તો આપવામાં આવે છે. અહીં થાક ઉતારવા માટે ફૂટબોલ, ટેબલ ટેનિસ, સ્નેક એન્ડ લેન્ડર અને લુડો જેવી રમત પણ રમી શકે છે.
લુક અપ ઓફિસ, બેગ્લોર

આ ઓફિસનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર એમ્ફીથીએટર છે. અહીં લાલ રંગના મોટા ફોન બુથ પણ બનેલા છે, અહીં સ્કાઇપ કોલ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. આખી ઓફિસમાં હેંગિગ પ્લાન્ટ્સ પણ લાગેલા છે, જે ઇન્ટિરિયરને કુલ લુક આપે છે.
પિરામલ એન્ટરપ્રાઇઝ

આ ઓફિસની થીમ ગામડા પર બનેલી છે. આ ઓફિસની દિવાલ પર ગ્રામીણ જીવનને દર્શાવતા ચિત્ર બનાવવામાં આવ્યા છે. ઓફિસની ડિઝાઇન બાયોફેલિયા સિદ્ધાંત પર બનેલી છે,. જે માનવ જીવન અને પ્રકૃતિને જોડાવાનો પ્રયાસ કરે છે. ઓફિસમાં ઘણી જગ્યા પર શાવર રમ અને ફ્રી ફૂડની પણ વ્યવસ્થા છે. કર્મચારીઓને બહેતર માહોલ અને સ્વસ્થ લાઇફસ્ટાઇલ આપવા માટે જિમ, સ્પોર્ટ્સ રૂમ, મસાજરૂમ પણ બનાવવામાં આવ્યો છે.
એપલ ડેટા સેન્ટર

એપલનું ડેટા સેન્ટર કેલિફોર્નિયાના સુપરસીનમાં છે. આ ઓફિસની ડિઝાઇન કોઈ સ્પેસશીપથી ઓછી નથી. આ ઓફિસને એપલની સિક્રેટ ઓફિસ કહેવામા આવે છે. અહીં માર્કેટ સ્ટડી પર આધારિત માર્કેટ કેપ્ચર પર ફોક્સ કરવામાં આવે છે.
અમેઝોન, સિઆટેલ, વોશ

દુનિયાની સૌથી મોટી રિટેલર વસ્તુઓ માટેની ઈ-કોમર્સ વેબસાઈત એમેઝોની નવી ઓફિસ સીઆટેલ છે. કંપનીનું મુખ્યાલય સ્કાઈક્રેપર છે. આ ઓફિસ અત્યાર સુધી બધી ઓનલાઇન રિટેલર કંપનીની સૌથી આલીશાન ઓફિસ છે.
ફેસબુક, કેલિફોર્નિયા

ફેસબુકનું નવું કેમ્પસ કેલિફોર્નિયાના મેનલો પાર્કમાં છે. આ દુનિયાના વિખ્યાત આર્કિટેક્ટને ડિઝાઇન કર્યું છે, અહીં નવા યુઝર્સેને જોડવા અને એડવાન્સ ફીચરની તૈયારી કરવામાં આવે છે.
બીએમડબ્લ્યુ જર્મની

બીએમએડબ્લ્યુનું હેડક્વાર્ટર જર્મનીના મ્યુનિખમાં છે. છેલ્લા 40 વર્ષથી બીએમડબ્લ્યુની ઓફિસ અહીં સ્થિત છે. અહીં કંપની માટે નવી ડિઝાઇન, પ્રોડક્ટ ક્વોલિટી ચેક અને નવી માર્કેટ સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.