ખબર

પોઝિટિવ ન્યુઝ: દેશમાં સતત ચોથા દિવસે આટલા લાખ લોકોએ કોરોનાને હરાવ્યો, યોદ્ધા જીતીને ઘરે ગયા

છેલ્લા દોઢ મહિનાથી કોરોનાનો દેશમાં રાફડો ફાટ્યો છે અને છેલ્લા થોડાક દિવસથી ભારતમાં રોજના ૩ હજારથી વધુ દર્દીઓ મરે છે. દેશમાં સતત ચોથા દિવસે 4 લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે સતત બીજા દિવસે 4 હજારથી વધુ કોરોના દર્દીઓના મોત થયા છે જે ખુબ જ ચિંતાજનક છે. જો કે દિલ્હી અને મુંબઈ સહિત અનેક મોટા શહેરોમાં સંક્રમણના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે

પરંતુ મૃતકોની સંખ્યા ઓછી થઈ રહી નથી. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ 4 લાખ 3 હજાર 626 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. શનિવારે, ભારતમાં કોવિડને લીધે 4,091 લોકોનાં મોત થયાં. જો કે, રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં 3 લાખ 86 હજાર 207 લોકો સાજા પણ થયા. આ એક જ દિવસમાં સાજા થનાર લોકોની સૌથી મોટી સંખ્યા છે.

હવે વાત કરીએ રિકવરી રેટની તો સાજા થનાર દર્દીઓભારતમાં 1 મેથી સતત 3 લાખથી વધુ દર્દીઓ સાજા થઈ રહ્યા છે.ઓનલાઇન દેતા મુજબ 1 મે ના રોજ 3.08 લાખ, 2 મે ના રોજ 3 લાખ, 3 મેના રોજ 3.18 લાખ, 4 મેના રોજ 3.37 લાખ, 5 મેના રોજ 3.30 લાખ, 6 મેના રોજ 3.27 લાખ, 7 મેએ 3.27 લાખ દર્દીઓ અને 8 મેના રોજ રેકોર્ડ 3.86 લાખ દર્દીઓસાજા થયા છે.

ખુશીના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં 3,86,444 દર્દીઓ કોવિડ ને માત દીધી છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ 16,94,39,663 લોકોને રસી અપાઈ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અનુસાર ગઈકાલે શનિવારે દેશભરમાં 18,65,428 કોરોના ટેસ્ટ કરાયા હતા. આ સાથે અત્યાર સુધી કુલ કરાયેલા ટેસ્ટનો નંબર હવે 30,22,75,471 પર પહોંચી ગયો છે.