ખબર

ભારતમાં વાયુ વેગે ફેલાઈ રહ્યો છે કોવિડ 19 વાયરસ, એક દિવસમાં રેકોર્ડ તોડ્યો- જાણો વિગત

ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કેસમાં સતત વધારો થતો જાય છે. ત્યારે રવિવારે દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. રવિવારે દેશમાં સૌથી વધુ 4308 કેસ નોંધાયા હતા. ભારતમાં અત્યાર  સુધીમાં  67,259 લોકો સંક્રમિત થયા છે.

4308 કેસ પૈકી 1943 કેસ ફક્ત મહારાષ્ટ્રના છે. દેશમાં કોરોનને કારણે રવિવારે 113 લોકોએ જીવ ગુમાવ્યા હતા.તામિલનાડુમાં સતત કેસ વધવાના કારણે ત્રીજા નંબરનું રાજ્ય બની ગયું છે. આગામી દિવસોમાં કોરોના મામલે તમિલનાડુ માં ગુજરાત કરતા પણ વધારે કેસ થઇ શકે છે.

રવિવારે દેશમાં 4308 કેસ સામે આવ્યા. જેમાંથી મુંબઈ શહેરમાં 875 કેસ બન્યા છે. જ્યારે તામિલનાડુમાં 669, ગુજરાતમાં 398 અને રાજધાની દિલ્હીમાં 381 કેસ નોંધાયા છે.

Image source

સરકારી આંકડા પ્રમાણે દેશભરમાં કુલ 2201 લોકોના મોત થઈ ગયા છે. સારી વાત એ છે કે દેશમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે અને તે 31 ટકા પર પહોંચ્યો છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે. દેશભરમાં કુલ દર્દીઓની સંખ્યા લગભગ એક તૃતિયાંશ એટલે કે 20,848 લોકો સ્વસ્થ થયા છે.

દિલ્હીમાં રવિવારે કુસ 381 નવા કેસ નોંધાયા અને 5 લોકોના મોત થઈ ગયા. ગુજરાતમાં રવિવારે કોરોના કુલ 398 કેસ સામે આવ્યા અને 21 લોકોના મોત થઈ ગયા. જ્યારે અમદાવાદમાં કોરોનાના નવા 278 કેસ સામે આવ્યા અને 18 લોકોના મોત થઈ ગયા.

Image source

ગુજરાતમાં કોરોનાના કુસ કેસની સંખ્યા 8194 પર પહોંચી ગઈ છે, જ્યારે સંક્રમણથી મરનારા લોકોની સંખ્યા 493 થઈ ગઈ છે. જ્યારે વધુ 454 દર્દીઓ સાજા થઈને ઘરે પહોંચ્યા છે અને આ સાથે કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2545 પર પહોંચ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.