ભારતમાં જીવલેણ કોરોનાનો બૉમ્બ ફૂટ્યો, છેલ્લ્લા 24 કલાકમાં રાફડો ફાટ્યો એટલા કેસ આવ્યા કે લોકો ફફડી ઉઠ્યા…

0

દેશમાં કોરોનાની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતો જાય છે. દેશમાં કોરોનાના આંકડો 1.73 લાખથી વધુ થઇ ગઈ છે. તો આ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે.

Image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 7965 નવા મામલા સામે આવ્યા છે. દેશભરમાં કોરોનાના આંકડાની સંખ્યા 173,763 પર પહોંચી ગઈ છે. જેમાં 82,627 રિકવર થઇ ગયા છે. તો 86,156 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે દેશભરમાં 4,980 લોકો મૃત્યુ પામ્યા છે.

Image Source

મહારાષ્ટ્રમાં 116 દર્દીઓના મોત થયા જે એક દિવસમાં સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 62 228 હજારને પાર થઇ ગયો છે. બીજી તરફ દિલ્હીમાં પણ રેકોર્ડ 1106 કેસ નોંધાયા અને 82ના મોત થયા છે. લગાતાર બીજા દિવસે પણ 1 હજારથી વધુ દર્દીઓ નોંધાતા દિલ્હી સરકારે 5 મોટી હોટલના કેમ્પસ હોસ્પિટલ તરીકે ઉપયોગમાં લેવા માટે માંગ્યા છે. તમિલનાડુમાં 874 કેસ નોંધાયા છે.

Image Source

શુક્રવારે રાજસ્થાનમાં 91, હિમાચલ પ્રદેશમાં 9 અને ઓરિસ્સામાં 7 નવા કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત 341 દર્દીઓ વધ્યા છે, પરંતુ આ દર્દી કયા રાજ્યાના છે તેની પુષ્ટી થઈ નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.