ખબર

અધધધધ થી વધુ કેસ સાથે ભારતે ચીનને આપી ટક્કર, માત્ર 60 દિવસોમાં ચીન કરતા પણ વધુ કેસો- જાણો વિગત

ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા શનિવારે 85 હજારને પર કરી ગઈ, પરંતુ આ બધા વચ્ચે એવા સંકેતો પણ આવી રહયા છે કે સોમવારથી શરુ થઇ રહેલા લોકડાઉનના ચોથા તબક્કામાં ઘણી મોટી છૂટછાટ મળશે જેથી રોગચાળાની પરિસ્થિતિમાં પણ અર્થવ્યવસ્થાને ગતિ આપી શકાય.

Image Source

દેશના રાજ્યોમાંથી આવતા કેસની સંખ્યાની સાથે જ ભારતે કોરોના વાયરસના મામલે ચીનને પાછળ છોડી દીધું છે. ચીનના અધિકૃત આંકડાઓ અનુસાર ત્યાં કોરોના વાયરસના 82,941 કેસ સામે આવ્યા હતા.

14 માર્ચે જયારે આખા વિશ્વમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાવાનો શરુ થયો ત્યારે ભારતમાં માત્ર 100 જ કેસ સામે આવ્યા હતા, ત્યારે ચીનમાં કોરોના વાયરસના 80,000 થી વધુ કેસ સામે આવી ચુક્યા હતા.

એના આગળના દિવસે એટલે કે 13 માર્ચે દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવેલું કે કોરોનાવાયરસ એ “આરોગ્યની કટોકટી નથી અને ગભરાવાની જરૂર નથી”.

Image Source

પરંતુ એટલી જ ઝડપથી જો આજે જોઈએ તો ભારતના અધિકૃત આંકડાઓ અનુસાર, 15 મે સુધીમાં કોરોના વાયરસના 85,940 કેસ સામે આવી ચુક્યા છે અને આ નવા સામે આવેલા આંકડા અનુસાર, ભારત ચીનને પાછળ છોડી ચુક્યું છે. વર્લ્ડ મીટરના આંકડાઓ અનુસાર, ચીનમાં અત્યાર સુધીમાં 82,941 કેસ સામે આવ્યા છે.

એટલે જોવા જઈએ તો ભારત 100 પોઝિટિવ કેસથી માત્ર 62 જ દિવસમાં જ ચીનના આંકડાઓને વટાવી ગયું. ત્યારથી લઈને અત્યાર સુધી દેશભરમાં સંપૂર્ણપણે લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.

માર્ચની શરૂઆતમાં જયારે ભારતમાં ધીરે-ધીરે કેસ સામે આવવાના શરુ થયા હતા ત્યારે ચીનમાં ઘણા કેસ સામે આવી ચુક્યા હતા. અને પછી ધીરે-ધીરે કેસ આવવાના ઓછા થયા હતા. એટલે કે ત્યાં કોરોના કાબુમાં આવવા લાગ્યો હતો. જયારે ચીનમાં ફેબ્રુઆરી મહિનામાં રોજના લગભગ 2400 કેસ સામે આવતા હતા, એ માર્ચના પહેલા બે અઠવાડિયામાં જ 115 પર આવી ચુક્યા હતા. અને પછીના બે અઠવાડિયામાં તો આ સંખ્યા માત્ર 76 પર જ પહોંચી ગઈ હતી.

જયારે એ જ સમયે ભારતમાં માર્ચના અંત સુધીમાં કોરોનાના 1000 કેસ સામે આવ્યા હતા, જે બીજા વિકસિત દેશોની સરખામણીમાં ઘણા ઓછા કેસ કહેવાય. પરંતુ એ પછી તરત જ દેશમાં કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. આ આંકડો એપ્રિલના મધ્યમાં પહોંચતા સુધીમાં તો 10,000 ને વટાવી ચુક્યો હતો અને બીજા નવા દિવસમાં તો બમણો થઇ ગયો હતો.

Image Source

કોવિડ-19ના કેસ બે અઠવાડિયા જેટલા સમયમાં જ બમણા થઈ ગયા છે, જે 30 એપ્રિલના રોજ 34,000ની આસપાસ પહોંચી ગયા અને 15 મે સુધીમાં 85,940 છે. કોરોના વાયરસના પોઝીટીવ કેસનો વધવાનો દર પાછલા અઠવાડિયામાં સરેરાશ 5 ટકા જેટલો રહ્યો છે.

કોરોના વાયરસને લડત આપીને સ્વસ્થ થઇ ચુકેલા કેસમાં ચીનમાં 79,273 લોકો સ્વસ્થ થયા છે એટલે કે સ્વસ્થ થવાનો દર 94.3 ટકા છે, જયારે ભારતમાં અત્યાર સુધીમાં 30,000થી વધુ દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે જે 35 ટકા છે, જે અત્યાર સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં સૌથી મોટો આંકડો છે. દેશમાં મંત્રાલયે જણાવ્યા અનુસાર, 53035 દર્દીઓની સારવાર ચાલી રહી છે. અને 30152 દર્દીઓ સ્વસ્થ થઇ ચુક્યા છે.

એ જ રીતે, ચીનમાં કોરોના વાયરસના 4,633 દર્દીઓ મૃત્યુ પામ્યા છે, જે 5.5 ટકા છે, જયારે ભારતમાં મૃત્યુ દર 3.2 ટકા છે, અને ભારતમાં અત્યાર સુધીમાં 2,753 લોકો મૃત્યુ પામ્યા છે.

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત 85,940 કેસ સાથે અગિયારમાં નંબર પર છે, જયારે ચીન 13મા ક્રમે પહોંચી ગયું છે. વર્લ્ડ મીટરના આંકડાઓ અનુસાર, સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે, જ્યાં કોરોના વાયરસના 14 લાખથી વધુ કેસ સામે આવ્યા છે, એ પછી, રશિયા, બ્રિટન, સ્પેન, ઇટલી અને બ્રાઝીલ છે, જ્યાં બે લાખથી બધું કેસ છે. જયારે ફ્રાંસ, જર્મની, ટર્કી અને ઈરાનમાં એક લાખથી વધુ કેસ સામે આવ્યા છે.

Image Source

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં કોરોના વાયરસના ચેપથી અત્યાર સુધીમાં 2,753 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે કુલ 85,940 લોકોને ચેપ લાગ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં, શુક્રવારે સવારે 8 થી શનિવારે સવારે 8 વાગ્યા સુધીમાં, ચેપને કારણે 103 લોકોનાં મોત નીપજ્યાં છે અને દેશમાં કોવિડ-19 ના 3970 નવા કેસ નોંધાયા છે.

મંત્રીઓની બેઠકમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે જ્યાં લોકડાઉન પહેલા ડબલિંગ રેટ 3.4 દિવસ હતો, હવે લોકડાઉન પછી તે વધીને 12.9 દિવસ થઈ ગયો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.