ભારત ને ચીન વચ્ચે છેલ્લા ઘણા મસયથી લદ્દાખનો વિવાદ વધુ થયો છે. સોમવારે રાતે બંને દેશોની સેનાઓ વચ્ચે હિંસક ઘટના ઘટી હતી. આ ઘટનામાં ભારતીય સેનાના અધિકારી ને 2 જવાન સાથે 3 લોકો શહીદ થયા છે.આ ઘટના ત્યારે બની જયારે સોમવારે રાત્રે ગાલવાન વેલી નજીક બંને દેશો વચ્ચેની વાતચીત બાદ બધું સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું હતું

કહેવામાં આવી રહ્યું છે કેફક્ત ભારત તરફથી જ નહીં પરંતુ પરંતુ ચીન તરફ પણ કેટલાક સૈનિકોને નુકસાન પહોંચ્યું છે. આ અથડામણ દરમિયાન કોઈ પણ પ્રકારની ગોળીબાર થયો નથી, એટલે કે ઝઘડો થયો હતો. આ અથડામણમાં ચીની સૈન્યને પણ નુકસાન થયું છે. ચીની બાજુ 5 સૈનિકોનાં મોત નીપજ્યાં છે. 11 જવાન ઘાયલ થયા છે

પ્રાપ્ત માહિતી અનુસાર, ચીની સૈનિકોએ બોર્ડર પર ફાયરિંગ નહોતું કર્યું પરંતુ લાકડીઓ અને પથ્થરોથી હુમલો કર્યો હતો. ભારતીય સેના દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સોમવારે રાત્રે ગાલવાન ખીણમાં ડી-એસ્કેલેશનની પ્રક્રિયા દરમિયાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ સમય દરમિયાન ભારતીય સૈન્યના એક અધિકારી અને બે જવાનો શહીદ થયા છે. આ મામલાને હમણાં શાંત કરવા બંને દેશોના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ મોટી બેઠક યોજી હતી.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.