ખબર

ભારતમાં કોરોનથી સંક્રમિત લોકોનો આંકડો 1 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં બધા રેકોર્ડ તૂટ્યા…જાણો વધુ

કોરોના વાયરસએ હાલ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોનના કેસમાં સતત વધારો થતો જાય છે. ભારતમાં કેસનો આંકડો ચીન કરતા પણ વધી ગયો છે. ભારતમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખને પાર થઇ ગઈ છે. એક લાખનો આંકડો પાર કરનારો ભારત 11મો દેશ છે. એટલે ચીન કરતા પણ ખરાબ સ્થિતિ હવે ભારતમાં જોવા મળી રહી છે.

Image Source

દર્દીઓની સંખ્યાનો આંકડો એક લાખને પાર પહોંચી ગયો છે. સાથે જ 38449 લોકોને સાજા કરી લેવાયા છે તો 3072 લોકો માર્યા ગયા છે.

Image source

દુનિયામાં કોરોનાના કુલ કેસ 50 લાખની નજીક પહોંચી ગયા છે. જેમાં 3,17,792 લોકોના મોત થઈ ગયા છે. દુનિયામાં કોરોનાથી સૌથી વધુ આંકડામાં અમેરિકા પહેલા ક્રમ પર છે. જ્યાં કુલ 15 લાખ લોકો કરતા વધારે પ્રભાવિત છે, જેમાં 91,000 કરતા વધારે લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ભારતમાં 1,00,161 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 3,144 લોકોએ આ વાયરસના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ભારત દુનિયામાં 11માં ક્રમ પર છે.

Image Source

બીજા નંબર પર રહેલા રશિયામાં 2,90,000 કરતા વધારે લોકો પોઝિટિવ આવ્યા છે, જેમાંથી 2,722 લોકોના મોત થઈ ગયા છે. રશિયામાં હાલના દિવસોમાં કોરોનાના કેસ ઘણાં ઝડપથી વધી રહ્યા છે.

Image Source

આ સિવાય બાકી દેશોની સ્થિતિ ઘણી જ ખરાબ છે. કોરોના કેસના આંકડામાં સ્પેન ત્રીજા નંબર છે.જ્યાં કોરોનાથી 2,77,719 લોકો સંક્રમિત થયા છે, જેમાં 27,650 લોકોના મોત થયા છે. બ્રિટનમાં 2,46,406 કેસ સાથે ચોથા નંબર પર છે, બ્રાઝિલ 2,44,135 કેસ સાથે પાંચમા નંબરે, ઈટાલી 2,25,886 કેસ સાથે છઠ્ઠા નંબરે, ફ્રાન્સ 1,79,569 કેસ સાથે સાતમા નંબરે, જર્મની 1,77,069 કેસ સાથે આઠમા નંબરે, તુર્કી 1,49,435 કેસ સાથે નવમા નંબરે અને 1,22,492 કેસ સાથે દસમા નંબર પર છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.