ખેલ જગત લેખકની કલમે

શું તમને ખબર છે ભારતની પહેલી ટી20 મેચમાં કોણ હતું સુકાની.? શું તમે ધોનીનું નામ વિચારી રહ્યા છો, તો તમે ખોટા છો..!

ટીમ ઇન્ડિયાના પુર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી સફળ સુકાની રહી ચુક્યો છે. ભારતના દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીનું યોગદાન ભારતીય ક્રિકેટમાં જે રીતે રહ્યું છે તેના માટે શબ્દો પણ ખુટી પડે. તેણે સુકાની તરીકે જબરદસ્ત કામ કર્યું છે. ટીમને ઘણી સિદ્ધી અપાવી છે.

Image Source

ભારતની ટી20 મેચમાં સુકાનીની વાત આવે એટલે લોકોને ધોની જ યાદ આવે:
ભારત માટે પહેલા ટી20 વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોની સુકાની હતો. પણ જ્યારે મહેન્દ્ર સિંહ ધોની એક સુકાની તરીકે નામ સામે આવે છે તો એ વાત પણ તમામ ચાહકોના સામે આવે છે કે ટીમ ઇન્ડિયાને પહેલું ટી20 વર્લ્ડ કપનું ટાઇટલ જીતાડનાર સુકાની પણ ધોની જ હતો. ત્યાર બાદ તો સુકાની તરીકે ધોનીએ ઘણી ટુર્નામેન્ટો જીતી છે. આ લિટ્સમાં વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 છે.

ICC ની ત્રણેય ટ્રોફી જીતનાર ધોની એક માત્ર સુકાની:
મહેન્દ્ર સિંહ ધોની આઇસીસીની આ ત્રણેય ટ્રોફી જીતનાર એક માત્ર સુકાની છે. ધોની ની સુકાનીમાં જ ભારતે પહેલીવાર વર્ષ 2007માં રમાયેલ ટી20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં સફળતા મેળવી હતી. ત્યાર બાદ ધોની લાંબા સમય સુધી ભારત માટે ટી20 ટીમના સુકાની રહ્યા.

Image Source

ધોની ભારતની પહેલી ટી20 આંતરરાષ્ટ્રીય ટીમના સુકાની ન હતા:
જેમ વર્ષ 2007માં ટી20 ક્રિકેટે જે રીતે ગતી પકડી હતી અને ત્યારે જ ટીમ ઇન્ડિયાએ ધોનીના સુકાની પદ હેઠળ પહેલા ટી20 વર્લ્ડ કપનું ટાઇટલ જીત્યું તે જોતા આજે મોટા ભાગના ક્રિકેટ ચાહકો માને છે કે ધોની જ ટીમ ઇન્ડિયાની પહેલી ટી20 મેચના સુકાની હતા. પણ આ હકીકત સાચી નથી. ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં સુકાની ધોની ન હતો. પણ બીજો દિગ્ગજ ખેલાડી હતો.

ભારતની પહેલી ટી20 મેચમાં સુકાની વીરેન્દ્ર સહેવાગ હતા:
તો તમને જણાવી દઇએ કે ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં સુકાની તરીકે ધોની નહીં પણ વિસ્ફોટ બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ હતા. તમને આ જાણીને ઘણી હેરાની થશે પણ આ વાત સાચી છે.

Image Source

હા, ભારતની પહેલી આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં ઓપનર અને વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગ હતા. વર્ષ 2006 માં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમ્યાન ભારતે એક માત્ર ટી20 મેચ રમી હતી. આ મેચમાં ભારત માટે વીરેન્દ્ર સહેવાગે સુકાની પદ સંભાળ્યું હતું. જેમાં ભારતે સાઉથ આફ્રિકાને માત્ર 126 રનના સ્કોર પર આલ આઉટ કર્યું હતું અને અંતિમ બોલમાં જીત મેળવી હતી.

સહેવાગની આગેવાનીમાં સચિન અને દ્રવિડે રમી એક માત્ર ટી20I મેચ:
તમને એ પણ જણાવી દઇએ કે ભારતના દિગ્ગજ ક્રિકેટ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે ભારત માટે એક માત્ર ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તે આજ મેચમાં રમ્યા હતા અને ત્યાર બાદ આ બંને દિગ્ગજોએ ક્યારેય ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ટી20 મેચ રમી નથી.

Author: અધિરાજસિંહ જાડેજા: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.