દેશમાં કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 72,330 દર્દીઓ નોંધાયા છે. જ્યારે એક જ દિવસમાં 459 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 72,330 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 12,221,665 થઇ ગઇ છે. આ દરમિયાન 459 લોકોના મોત થયા છે, જે છેલ્લા કેટલાક મહિનાઓમાં સૌથી વધુ છે. કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 1,62,927 પર પહોંચ્યો છે.

મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે. મોટા ભાગના દર્દીઓને કોરોનાના લક્ષણો દેખાતા જ નથી જે ચિંતાજનક બાબત છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 39544 નવા કેસ સામે આવ્યા છે અને આટલા સમયમાં 227 દર્દીઓના મૃત્યુ થયા છે.

ચિંતાની વાત એ છે કે આ વખતની લહેરમાં રિકવરી રેટમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 40 કલાકમાં 40 હજાર 382 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારબાદ અત્યાર સુધીમાં સાજા થનારાની સંખ્યા 11,474,683 પર પહોંચી ગઇ છે અને રિકવરી રેટ ઘટીને 93.89 ટકા થયો છે.
India reports 72,330 new #COVID19 cases, 40,382 discharges, and 459 deaths in the last 24 hours, as per the Union Health Ministry
Total cases: 1,22,21,665
Total recoveries: 1,14,74,683
Active cases: 5,84,055
Death toll: 1,62,927Total vaccination: 6,51,17,896 pic.twitter.com/zoMlMyXlKj
— ANI (@ANI) April 1, 2021