ખબર

ધારાસભ્ય અને શિક્ષણ મંત્રીની વહુએ ફાંસી લગાવી આપી દીધો જીવ, 3 વર્ષ પહેલા થયા હતા લગ્ન

નેતાની વહુએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી, જુવાન દીકરીની લાશ જોઈને પિતા થયા બેભાન

ગુજરાત સહિત દેશભરમાંથી આત્મહત્યાના ઘણા કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર એવું બને છે કે કોઇ માનસિક ત્રાસને કારણે આત્મહત્યા કરી લે છે, તો ઘણીવાર કોઇ પ્રેમ સંબંધમાં આત્મહત્યા કરી લેતુ હોય છે. તો ઘણા કિસ્સા એવા સામે આવતા હોય છે કે કૌટુંબિક સમસ્યાઓને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે હાલ મંત્રીની પુત્રવધુનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. શિવરાજ સરકારના શાળા શિક્ષણ મંત્રી ઈન્દરસિંહ પરમારની પુત્રવધૂએ તેના સાસરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)

ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નથી. પોલીસ હાલ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. સ્કૂલ શિક્ષણ મંત્રીની પુત્રવધૂની આત્મહત્યાના મામલામાં મૃતકના ભાઈએ મંત્રીની સામે બૂમો પાડવાનું શરૂ કર્યુંહતુ. તેણે કહ્યુ ‘302 કલમ (હત્યા કેસ) લગાવવી જોઈએ, મંત્રી છે તો શું થયુ… ‘ મૃતકના ભાઇના બોલતાની સાથે જ હોબાળો મચી ગયો હતો, લોકોએ અને સંબંધીઓએ તેને ઘેરી લીધો હતો. કેટલાક તેને મારવા અને ધમકાવવા લાગ્યા, જ્યારે કેટલાક સંબંધીઓ તેને પકડીને લઈ ગયા. ઉતાવળમાં તેને ગાડીમાં બેસાડીને ગામ મોકલવામાં આવ્યો.

મંત્રી ઈન્દરસિંહ પરમારની પુત્રવધૂ સવિતા પરમારનો મૃતદેહ બુધવારે સવારે 10.15 કલાકે તેના ગામ પોચાનેર પહોંચ્યો હતો. 5 મિનિટ સુધી મૃતદેહને ઘરમાં રાખ્યા બાદ અંતિમ સંસ્કાર માટે મુક્તિધામ લઈ જવામાં આવ્યો હતો. મૃતદેહ જોઈને સવિતાના પિતા જોર જોરથી રડવા લાગ્યા હતા અને બેહોશ થઈ ગયા. તેમને ઉપાડીને ઘરના બીજા રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાંથી પરત આવ્યા બાદ મંત્રી ઈન્દરસિંહ પરમાર ઘરની બહાર હાથ જોડી રહ્યા હતા ત્યારે સવિતાના ભાઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું.

મંગળવારે સાંજે તેમની 22 વર્ષની પુત્રવધૂ સવિતાએ પોચનેર ગામમાં મંત્રીના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. તે દરમિયાન ઘરમાં કોઈ ન હતુ. આ ઉપરાંત ઘરમાં મૃતકનો પતિ અને ઇન્દરસિંહનો પુત્ર દેવરાજ પણ ન હતો. આજે સવારે શુજલપુરમાં પોસ્ટમોર્ટમ થયા બાદ મંત્રીની પુત્રવધૂનો મૃતદેહ ગામમાં પહોંચ્યો હતો. મૃતકના પરિવારજનો પણ ગામમાંથી આવ્યા, પરંતુ કોઈ બોલવાની સ્થિતિમાં ન હતા. સવિતાના લગ્ન ત્રણ વર્ષ પહેલા શાળા શિક્ષણ મંત્રી પરમારના પુત્ર દેવરાજ સાથે થયા હતા. સવિતા જિલ્લના અકોદિયાના હડલાય ગામની રહેવાસી હતી. એક વર્ષથી પતિ-પત્ની વચ્ચે અણબનાવ હતો.

લગ્નના ત્રણ વર્ષ પછી પણ આ દંપતીને કોઈ સંતાન ન હતુ. બંનેએ અરેન્જ મેરેજ કર્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે સવિતાએ કૌટુંબિક સમસ્યાઓના કારણે આત્મહત્યા કરી છે. ઘટનાની માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. લાંબા સમય સુધી મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા જ કલાકોમાં આ સમાચાર ફેલાઈ ગયા. શાજાપુરના એસપી પંકજ શ્રીવાસ્તવે રાત્રે આ ઘટનાની પુષ્ટિ કરી હતી. જણાવી દઇએ કે, ઇન્દરસિંહ મધ્યપ્રદેશના શુઝાલપુરથી ધારાસભ્ય તથા શાળાકીય શિક્ષણ વિભાગના મંત્રી છે.