મેટ્રોની અંદર બે છોકરીઓ હોળી રમતા રમતા “અંગ લગા દે” ગીત પર કર્યો અશ્લીલ ડાન્સ, વીડિયોએ મચાવ્યું રમખાણ, જુઓ

વાયરલ થવાના ચક્કરમાં અશ્લીલતાની હદ વટાવી, મેટ્રોમાં બે છોકરીઓએ હોળી રમતા એવી અશ્લીલ હરકતો કરી કે જોઈને તમારો પિત્તો પણ છટકશે.. જુઓ

Indecent Holi dance of girls in Delhi Metro : સોશિયલ મીડિયાની અંદર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે. કેટલાક વીડિયોને વારંવાર જોવાનું મન થાય તો કેટલાક વીડિયોને જોઈને ગુસ્સો પણ આવી જાય. ઘણા લોકો વાયરલ થવાના ચક્કરમાં એવી એવી અશ્લીલ હરકતો કરતા હોય છે કે તેવા વીડિયો ચર્ચામાં પણ આવી જાય છે. માત્ર છોકરાઓ જ નહિ, હવે તો છોકરીઓ પણ આવા અશ્લીલ વીડિયો બનાવતી જોવા મળે છે. ત્યારે દિલ્હી મેટ્રોમાંથી આવી ઘણી ઘટનાઓ સામે આવી ચુકી છે.

દિલ્હી મેટ્રો ફરી એકવાર હોળીના નવા વાયરલ વીડિયોને લઈને ચર્ચામાં છે. આ વીડિયોમાં મેટ્રોની અંદર ફ્લોર પર બેઠેલી બે યુવતીઓ હોળીના બહાને ફિલ્મી ગીત પર અશ્લીલ ડાન્સ કરતી જોઈ શકાય છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા યુઝર્સ આ વાયરલ વીડિયોને અલગ-અલગ રીતે શેર અને કોમેન્ટ કરીને મજા માણી રહ્યા છે. મળતી માહિતી મુજબ, દિલ્હી મેટ્રોમાં બે યુવતીઓ દ્વારા હોળીના રંગો લગાવીને અભદ્ર વર્તન કરવાનો મામલો સામે આવ્યો છે.

આ વીડિયોમાં સફેદ સાડી અને સૂટ પહેરેલી બે યુવતીઓ મેટ્રોની અંદર એકબીજાને અશ્લીલ રીતે રંગ લગાવતી જોવા મળે છે. તેની સામે એક કપડા પર ઘણા બધા ગુલાલ પણ મુકેલા જોવા મળે છે. એટલું જ નહીં, દીપિકા પાદુકોણ અને રણબીર સિંહની 2013માં આવેલી ફિલ્મ ‘રામલીલા’નું પ્રખ્યાત ગીત ‘અંગ લગા દે રે, મોહે રંગ લગા દે રે, મેં તો તેરી જોગનિયા, તુ જોગ લગા દે રે, પ્રેમ કા રોગ’ બેકગ્રાઉન્ડમાં વાગે છે.

આ પહેલી ઘટના નથી. આ પહેલા મેટ્રોમાં છોકરીઓના પોલ ડાન્સ, મેટ્રોની અંદર હસ્તમૈથુન અને ઓરલ સેક્સના વીડિયો પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર SM Faris @farismohaab નામના હેન્ડલથી એક યુઝરે શેર કરેલા માત્ર 45 સેકન્ડના આ વીડિયોમાં આ યુવતીઓ સિવાય અન્ય મુસાફરો પણ મેટ્રો કોચમાં જોવા મળે છે.

Niraj Patel