શિક્ષકે લજવ્યો ગુરુ ધર્મ, વિધાર્થીનીને કેક ખવડાવવાના બહાને કર્યા અડપલાં, ઘટના વીડિયોમાં થઇ કેદ

ગુરૂ-શિષ્ય આ શું કરી રહ્યા છે? લંપટ ગુરુએ વિદ્યાર્થીનીની સાથે ગંદી હરકત- જાણીને રુવાડા ઉભા થઇ જશો

શિક્ષકને આપણા દેશની અંદર ઈશ્વરનું સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારે ઘણી એવી ઘટનાઓ પણ સામે આવે છે જે શિક્ષક ધર્મને તાર તાર કરતી પણ જોવા મળે છે. હાલ એવા જ એક વીડિયો એ સોશિયલ મીડિયામાં ચકચારી મચાવી દીધી છે. જેમાં એક શિક્ષક તેમની વિધાર્થીનીને કેક ખવડાવવાના બહાને અડપલાં કરતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયો ઉત્તર પ્રદેશના રામપુરનો છે.

જ્યાં એક શિક્ષક વિધાર્થીની ને જબરદસ્તી પકડીને કેક ખવડાવી રહ્યો છે. વિચારથીની ના પડી રહી છે, પરંતુ શિક્ષકે તેને ખોટી રીતે પકડી રાખી છે. કેટલાક લોકો તો વિદ્યાર્થનીની બચકું ભરવા માટે પણ કહી રહ્યા છે. કેક ખવડાવ્યા બાદ શિક્ષક કહી રહ્યો છે કે “જો કોઈ આવ્યું બચાવવા ?”

વાયરલ થઇ રહેલો આ વીડિયો દયાવતી મોદી એકેડમીનો છે. 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસના પ્રસંગે અહીંયા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વીડિયો વાયરલ થયા બાદ ડીએમએની પ્રન્સિપાલ સુમન તોમરે શિક્ષક આલોક સક્સેનાને સસ્પેન્ડ કરી દીધો છે.  તો હવે આ મામલાની અંદર પોલીસ દ્વારા પણ આરોપી શિક્ષક આલોક સક્સેના ઉપર પોસ્કો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. તેની ધરપકડ કરી અને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી શિક્ષક કોચિંગ સેન્ટરનો સંચાલક છે.

Niraj Patel