એંકરની ખૂબસુરતીના કાયલ થઇ જશો તમે, જુઓ તસવીરો
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે હાલ સિરીઝ રમાઇ રહી છે ત્યારે આ સીરિઝમાં બધા જ તેમના પસંદગીતા ક્રિકેટરોને સ્ક્રીન પર જોવા માંગે છે. પરંતુ આ સિરીઝમાં બ્રેક દરમિયાન ચાહકોની નજર એંકર કિરા નારાયણન પર થમી જાય છે.
તમને એમ થતું હશે કે એંકર કિરા નારાયણન છે કોણ ?
View this post on Instagram
કિરા નારાયણન IPL 2020 દરમિયાન ક્રિકેટ લાઇવ શો હોસ્ટ કરતી હતી. તેણે પ્રો કબડ્ડી લીગમાં પણ એંકરિંગ કરેલું છે. કિરા એંકર ઉપરાંત અભિનેત્રી પણ છે. તે મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં ભણેલી છે. તેણે 13 વર્ષની ઉંમરથી જ અભિનયની શરૂઆત કરી હતી.
કિરા નારાયણને ન્યુયોર્ક ફિલ્મ એકેડમીથી અભિનયમાં ડિપ્લોમાં પણ કર્યું છે. તે ગ્રેટ બ્રિટેનના નેશનલ યૂથ થિયેટરની સભ્ય પણ છે. તેણે યુનિવર્સિટી કેલોજ લંડનથી બીએસી સાઇકોલોજીનો અભ્યાસ કર્યો છે.
વર્ષ 2018માં તે કુઆલાલંપુરથી મુંબઇ આવી અને પ્રોફેશન અભિનય કરિયરની શરૂઆત કરી. કિરા નારાયણને IPL દરમિયાન લાઇવ શો પણ હોસ્ટ કર્યો છે.
IPL 2020ની શરૂઆતમાં પહેલા ઘણા ચાહકો હેરાન રહી ગયા હતા જયારે મયંતિ લૈંગર એંકરિંગ કરતી નજર આવી ન હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા માતા બન્યાના સમાચાર ચાહકો સુધી પહોંચાડ્યા હતા અને તે એ સમય દરમિયાન બ્રેક પર હતી. આ વચ્ચે કિરા નારાયણન એંકર બનીને આવી અને તેણે બધાની ખૂબ પ્રશંસા મેળવી.
View this post on Instagram
કિરા નારાયણનનો જન્મ 26 જાન્યુઆરી 1994માં ચેન્નાઇમાં થયો હતો. તેના પિતા આઇટી પ્રોફેશનલ છે જયારે માતા ટીચર છે.
કિરા નારાયણનને ભારતમાં ઓળખ ડિજી ફિલ્મ “અલાદ્દીન”ના મ્યુઝિક વર્ઝનમાં મહારાણી જેસમીનના પાત્રમાં મળી. આ ફિલ્મને બુક માય શોએ પ્રોડયૂસ કરી હતી.
કિરા નારાયણને વર્ષ 2018માં સિનેમા જગતમાં ડેબ્યુ કર્યુ અને તે તમિલ ફિલ્મ “કૂથન”માં જોવા મળી હતી. વર્ષ 2019માં કિરાએ આઇકોનિક પ્લે માય ફેર લેડીમાં પ્રમુખ કિરદાર એલિઝા ડુલિટીલનું પાત્ર નિભાવી ઓડ્રે હેપબર્ન અને જુલી એંડ્રયૂની જગ્યા ભરી. તે બાદ તે વન વેબ સીરિઝમાં દેવિકા/લાવન્યાનું પાત્ર નિભાવતી જોવા મળી હતી.
View this post on Instagram
કિરા નારાયણને સ્પોર્ટ્સમાં એંકર તરીકે ડેબ્યુ ઇંગ્લિશ ચેનલ માટે કર્યુ હતું. તેણે સ્ટાર સ્પોર્ટ્સમાં પ્રો કબડ્ડી લીગનું એંકરિંગ સંભાળ્યુ હતું. કિરાએ તે બાદ ઘણા ક્રિકેટ ઇવેન્ટ્સ કર્યા. કિરા નારાયણન ભારતમાં ટેક્સટાઇલ અને જવેલરી બ્રાંડ માટે મોડલિંગ પણ કરે છે.
View this post on Instagram
કિરા નારાયણન આ દિવસોમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી સિરીઝ દરમિયાન સુનીલ ગાવસ્કર સાથે પ્રોગ્રામ હોસ્ટ કરતી જોવા મળે છે. ક્રિકેટ ચાહકો તેમના કોન્ફિડેંસના કાયલ થઇ રહ્યા છે.