ખબર

વાઇરલ વિડીયો: ભારત-ઓસ્ટ્રેલિયાની ચાલુ મેચ પર જ ભારતીય છોકરાએ ઓસ્ટ્રેલીયન છોકરીને પ્રપોઝ કર્યુ

ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વનડે ક્રિકેટ મેચ : કેટલાક ક્રિકેટ પ્રેમીઓ એવા પણ હોય છે કે જેઓ સ્ટેડીયમને પોતાના ખૂબસુરત પળોનું સાક્ષી બનાવવા માટે પસંદ કરે છે અને એ પળોને યાદગાર બનાવે છે. આવુ જ ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઈ રહેલી સિડની વન ડે દરમ્યાન સ્ટેડીયમમાં જોવા મળ્યુ હતુ.


એક ભારતીય ઇન્ડિયન ક્રિકેટ ફેને ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમની ફેન યુવતીને પ્રપોઝ કર્યુ હતુ.ભારતીય છોકરો ઓસ્ટ્રેલિયન છોકરીને પ્રપોઝ કરતો જોવા મળે છે. યુવતી તેનું પ્રપોઝલ એક્સેપટ કરતા હા પાડીને રિંગ પહેરે છે અને પછી કપલ કિસ તેમજ હગ કરે છે. આ દ્રશ્યો જોઈને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ પણ ખુશ થઈને તાળી પાડે છે.

આ વિડીયો ખુબ જ વાયરલ થઇ ગયો,જુઓ વિડીયો માં તમામ દ્રશ્યો.મેચ વખતે જ્યારે કેમેરો ઓડિયન્સ તરફ ગયો ત્યારે ક્ષણ પણ કેમેરામાં કેદ થઈ ગઈ.

ક્રિકેટના ખેલાડીઓ પણ આ દ્રશ્ય જોઈ ને મેદાન પર તાળી વગાડવા લાગ્યા હતા.આ વીડિયોને સોશિયલ મીડિયા માં બ્રોડકાસ્ટર ફોક્સ એ પણ શેર કર્યો હતો.