આપણે સૌ જાણીએ છીએ કે, દેવોના દેવ મહાદેવ મહિમા અપરંપાર છે. આપણે સૌથી જાણીએ છીએ કે, મહાદેવને ભોળિયાથી પણ ઓળખવામાં આવે છે. ભગવાન શંકરની પૂજા કરવાથી કોઈ પણ દુઃખ દર્દ હોય તે દૂર થઇ જાય છે. આજે અમે તમને એક એવા શિવલિંગ વિષે જણાવીશું કે જે વાંચીને તમે પણ અચરજ પામી જશો.

વાત કરીએ તો છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લાના મરૌંદા ગામમાં આવેલા ગીચ જંગલની વચ્ચે આવેલા પ્રાકૃતિક શિવલિંગની. આ શિવલિંગ ભુતેશ્વરનાથના નામથી પ્રસિદ્ધ છે. આ વિશ્વનું સૌથી મોટું પ્રાકૃતિક શિવલિંગ માનવામાં આવે છે. આ શિવલિંગથી જોડાયેલું એક અનોખું રહસ્ય છે. જે ખાસ બનાવે છે. રહસ્યની વાત કરવામાં આવે તો આ શિવલિંગની લંબાઈ ચમત્કારિક રૂપથી વધી રહી છે.
આ શિવલિંગ પ્રત્યે લૂના મનમાં ખુબ જ આસ્થા અને વિશ્વાસ છે. આ આસ્થા અને વિશ્વાસનું સૌથી મોટું કારણ છે તેનો ચમત્કાર. આ શિવલિંગની ખાસિયત એ છે કે, આ શિવલિંગ તેની રીતે મોટું અને ઊંચું થતું જાય છે. આ શિવલિંગ જમીનથી લગભગ 18 ફૂટ ઊંચું અને 20 ફૂટ ગોળાકાર છે. પ્રતિવર્ષ આ શિવલિંગને માપવામાં આવે છે જે લગાતાર 6 થી 8 ઇંચ વધી રહી છે.

આ શિવલિંગને લઈને એક પૌરાણિક વાત પણ છે. પૌરાણિક વાત અનુસાર, સેંકડો વર્ષ પહેલા અહીં એક શોભા સિંહ નામનો વ્યક્તિ રહેતો હતો. તે દરરોજ સાંજે તેના ખેતર પર ધ્યાન રાખવા જતો હતો. એક સમયે ખેતરથી થોડે દૂર જ શિવલિંગની આકૃતિમાંથી સાંઢ અને સિંહનો અવાજ આવ્યો. જયારે આ વાત શોભાસિંહ નામના વ્યક્તિએ જણાવી ગામના લોકોને જણાવી તો ગામના લોકોએ શોધવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ દૂર-દૂર સુધી કોઈ જાનવર મળ્યું ના હતું. ત્યારબાદ આ શિવલિંગ પ્રત્યે લોકોની શ્રદ્ધા વધવા લાગી હતી. આ બાદ લોકો તેનું શિવલિંગના રૂપમાં પૂજા કરવા લાગ્યા હતા. ગામલોકોના જણાવ્યા અનુસાર, આ શિવલિંગ પહેલા ઘણું જ નાનું હતું, પરંતુ સમય જતા શિવલિંગની લંબાઈ અને ગોળાઈ વધતી ગઈ હતી જે આજે પણ વધે જ છે.

આ શિવલિંગ ગીચ જંગલમાં હોવા છતાં આજે પણ અહીં આવનારા લોકોની સંખ્યા વધુ છે. આ શિવલિંગથી જોડાયેલા ચમત્કારને કારણે અહીં ઘણા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઘણા લોકો દર વર્ષ અહીં શિવલિંગની વધતી ઊંચાઈને જોવા માટે અહીં આવે છે. કહેવામાં આવે છે કે. અહીં કરેલી પ્રાર્થનાનું ફળ અચૂક મળે છે.

આ શિવલિંગ ભુતેશ્વરનાથ અને ભકુરા મહાદેવના નામથી જાણવામાં આવે છે. આ શિવલિંગનો ઉલ્લેખ ઘણા પુરાણોમાં પણ કરવામાં આવ્યો છે. પુરાણો અનુસાર, આ એક અનોખું અને મહાન શિવલિંગ છે. જેની પૂજા અર્ચના કરવાથી બધા ભક્તોની મનોકામના પૂર્ણ થઇ જાય છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.