મનોરંજન

આ ફેમસ અભિનેતાના ઘરે પડી ગયા ઈનકમ ટેક્સના દરોડા, પૈસા જોઈને અધિકારીઓના હોંશ ઉડ્યા

સાઉથ સ્ટાર વિજય આજકાલ કરચોરીને લઈને આવકવેરા વિભાગના પ્રશ્નોના ઘેરામાં ફસાઈ ગયો છે. આવકવેરા વિભાગ દ્વારા દક્ષિણના સુપરસ્ટાર અને ‘બદ્રી’ ફિલ્મ ફેમ અભિનેતા જોસેફ વિજય ચંદ્રશેખર ઉર્ફે વિજય થાલાપથિના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.

Image Source

હાલમાં જ તમિળનાડુના નેવેલી કોલસા માઇન્સ ખાતે તેની આગામી ફિલ્મ માસ્ટર માટે શૂટિંગ કરી રહેલા વિજયને આવકવેરાના દરોડાને કારણે શૂટિંગ બંધ કરવું પડ્યું. તાજેતરના અહેવાલ મુજબ, અભિનેતા વિજય સહિત એક પ્રોડ્યુસર અને ફાઇનાન્સરના મદુરાઇ અને ચેન્નઇના સ્થળોએ આવકવેરાની મોટી રેડ પડી, જેમાં અત્યાર સુધીમાં 65 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. અત્યારે આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે.

Image Source

આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, બિગિલ ફિલ્મના ફાઇનાન્સર અનબૂચેજિયન પાસેથી 65 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ કેશ બે અલગ અલગ જગ્યાએથી મળ્યા છે. જેમાં 50 કરોડ રૂપિયા ચેન્નઈથી અને 15 કરોડ રૂપિયા મદુરાઇથિ જપ્ત કરવામાં આવ્યા છે.

Image Source

આવકવેરા વિભાગે 5 ફેબ્રુઆરીની સવારે AGS એન્ટરપ્રાઇઝની મિલકતો પર દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. આને કારણે વિજયે માસ્ટરનું શૂટિંગ મધ્યમાં જ અટકાવી દીધું. આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમને બાતમી મળી હતી કે વિજયે બિગિલ માટે મોટી રકમ રોકડમાં લીધી છે.

Image Source

બીજી તરફ વિજયે પણ એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું કે, ‘આવકવેરા વિભાગે કરચોરી સંદર્ભે ગયા અઠવાડિયે મારા ઘર અને ઓફિસમાં દરોડા પાડ્યા છે. મારા સ્ટાફ અને પરિવારે સંપૂર્ણ સહયોગ આપ્યો અને આયકર-વળતર સંબંધિત તમામ દસ્તાવેજો પુરાવા સાથે વિભાગ સમક્ષ રજૂ કર્યા છે.’

Image Source

જણાવી દઈએ કે વિજય એ જ અભિનેતા છે જેમણે ફિલ્મ બિગિલના ક્રૂ મેમ્બર્સને સોનાની વીંટી વહેંચી હતી. વિજયે લગભગ 400 ક્રૂ મેમ્બર્સને સોનાની વીંટી વહેંચી હતી.

Image Source

અહેવાલો અનુસાર, કરચોરીની શંકાના આધારે AGS સિનેમા પરના દરોડા સંદર્ભે માર્શલ એક્ટર વિજયની પૂછપરછ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે AGS સિનેમાએ વિજયની છેલ્લી સુપરહિટ ફિલ્મ ‘બિગિલ’ ને પ્રોડ્યુસ કરી હતી. આ ફિલ્મે વિશ્વભરમાં 300 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.