સુરતમાં લવ જેહાદ : નામ બદલીને હિંદુ યુવતિને ફસાવી, નકલી આધારકાર્ડ પણ બનાવ્યુ પણ 15 દિવસમાં જ ફૂટ્યો ભાંડો

ઓઝૈર આલમે અર્જુનસિંઘ બનીને હિંદુ યુવતીને ફસાવી, બનાવ્યું હતું નકલી આધાર કાર્ડ, હિંદુ નામથી જ કરતો હતો વેપાર;  જાણો આખી મેટર

Surat Love Jihad: ગુજરાતમાંથી અવાર નવાર લવ જેહાદના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં ફરી એકવાર લવ જેહાદની ઘટના સામે આવી છે. સુરતના પુણા વિસ્તારમાં નામ બદલીને એક યુવકે હિંદુ યુવતીને ફસાવી અને પછી તેને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. જો કે, 15 દિવસ બાદ યુવતીને તેની અસલિયતની જાણ થઇ હતી. આ યુવકે ખાલી નામ બદલીને હિંદુ યુવતિને ફસાવી જ નહિ પણ સુરતમાં દુકાન પણ ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું છે.

સુરતમાં લવ જેહાદ
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સુરતના પુણા વિસ્તારમાં ઓઝેર આલમ નામના વ્યક્તિએ તેનું નામ બદલી અર્જુન સિંહ જણાવ્યું અને એક હિંદુ યુવતીને ફસાવી. તે પછી આ યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું. યુવક દ્વારા યુવતીને સાપુતારા પણ લઈ જવામાં આવી પણ 15 દિવસ બાદ યુવકનો ભાંડો ભૂટી ગયો.

મૂળ બિહારના ચંપારણનો યુવક
આ ઘટનાની જાણ થતા જ હિંદુ સંગઠનના લોકો પહોંચ્યા અને આ યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી, તપાસમાં આ યુવક મૂળ બિહારના ચંપારણનો હોવાનું અને સુરતમાં કપડાની દુકાન ચલાવતો હોવાનું સામે આવ્યું છે.

અર્જુન સિંહ નામ જણાવી યુવતિ સાથે કર્યો સંપર્ક
ભોગ બનેલી યુવતીએ કહ્યું, યુવકે તેને અર્જુન સિંહ નામ જણાવ્યુ હતુ. તે આઠ મહિનાથી તેની સાથે સંપર્કમાં છે અને લગભગ 15 દિવસ પહેલા તેઓ સાપુતારા પણ ગયા હતા. યુવતિએ કહ્યુ કે, તેણે નામ બદલીને મારી સાથે છેતરપિંડી કરી હતી. હવે આ મામલામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુવતી પર લગ્નની લાલચે દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે.

હિંદુ સંગઠનના કાર્યકર્તાઓ ઓઝૈરની દુકાને પહોંચ્યા
હિંદુ સંગઠનના કાર્યકર્તાઓને આની જાણ થતા જ તેઓ ઓઝૈરની દુકાને પહોંચ્યા હતા અને તેણે પહેલા તો પોતાનું નામ અર્જુન જણાવ્યું અને સાથે વિઝિટિંગ કાર્ડ પણ બતાવ્યુ. જો કે, દુકાનમાં હાજર પીડિત યુવતીએ કાર્યકર્તાઓને જણાવ્યું કે તેને ખબર ન હતી કે યુવક મુસ્લિમ છે, કારણ કે તે પોતાની ઓળખ અર્જુનસિંઘ તરીકે જ આપતો. જો કે, તેની દુકાનમાંથી વિહિપ કાર્યકર્તાઓને બે આધારકાર્ડ મળી આવ્યા અને તેમાંથી એકમાં ઓઝૈર આલમ જ્યારે બીજામાં અર્જુનસિંઘ નામ હતું. ઓઝૈર આલમ નામના આધારકાર્ડમાં ચંપારણ, બિહારનું એડ્રેસ હતુ. હિંદુ સંગઠનના કાર્યકર્તાઓએ ઓઝૈરને તેની દુકાનેથી પકડીને પોલીસ હવાલે કર્યો હતો, અને યુવતિએ પણ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Shah Jina