સામાન્ય રીતે તો સોશિયલ મીડિયા પર સૈફ-કરીનાનો લાડલો અને છોટે નવાબ તૈમુર જ છવાયેલો હોય છે. પરંતુ હાલમાં જ એક સ્ટારકીડે તેની ક્યુટનેસ મામલે સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ સ્ટાર કિડ બીજું કોઈ નહીં પરંતુ તૈમુરની નાની બહેન અને સોહા અલી ખાન અને કૃણાલ ખેમુની દીકરી ઇનાયા ખાન છે. ઇનાયા ખાન તેની ક્યુટનેસ અને તેના સંસ્કારને કારણે ચર્ચામાં રહે છે. ઇનાયાનો એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
ઇનાયાનો આ ભાઈબીજવાળો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં ઇનાયા પ્રેમ ભર્યા અંદાજમાં ગાયત્રીમંત્ર સંભળાવતી નજરે ચડે છે. વીડિયોમાં ઇનાયાનો ક્યૂટ અંદાજ લોકોને બહુજ પસંદ આવી રહ્યો છે. આ વિડીયોને કારણે લોકો તેની તારીફ પણ કરી રહ્યા છે. આ વીડિયોને લઈને ઈનાયા સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે.
આ વાયરલ વીડિયોમાં કૃણાલ ખેમુ આને તેની બહેન ભાઈ બીજ મનાવતી નજરે ચડે છે. જ્યાં ઇનાયાના ફુઇ તેના પિતા એટલે કે કૃણાલની આરતી ઉતારતી વખતે ગાયત્રી મંત્ર ગાતી નજરે ચડે છે. ત્યારબાદ ઇનાયાને પણ ગાયત્રી મંત્ર ગાવાનું કહે છે. ત્યારે ઇનાયા પૂરો ગાયત્રી મંત્ર સંભળાવે છે.
આ વીડિયોમાં સોહા અલી ખાન અને કૃણાલ ખેમુની પુત્રી ઇનાયાએ પ્રેમ ભર્યા અંદાજમાં ગાયત્રીમંત્ર સંભળાવીને બધાના દિલ જીતી લીધા છે. આ વિડીયોને કૃણાલ ખેમુએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વિડીયોને અત્યાર સુધી 7 લાખથી વધુ લોકોએ જોયો છે. આ વીડિયોને શેર કરતા કૃણાલ ખેમુએ બધાને ભાઈબીજની શુભકામના આપી હતી સાથે જ કૃણાલ ખેમુએ કેપ્સનમાં લખ્યું હતું કે, આવો ભાઈબીજના દિવસે રોશની ફેલાવીએ.
કૃણાલ ખેમુના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે હાલમાં જ ‘લુટકેસ’માં નજરે આવ્યો હતો. આ તેની કોમેડી ડ્રામા ફિલ્મ હતી. આ ફિલ્મમાં કૃણાલ ખેમુ સિવાય ગજરાજ રાવ, રસિકા દુગગલ રણવીર શૌરી એન વિજય રાજ નજર આવ્યા હતા.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.