અંબાણી પરિવારની વહુઓ તો બોલીવુડની અભિનેત્રીઓને પણ ટક્કર મારે એવી છે, ભલભલી હીરોઇનો પણ તેમની સુંદરતા આગળ પાણી ભરશે

નીતા અંબાણીની વહુઓ બી-ટાઉન દિવાઓ કરતાં પણ લાગી રહી હતી વધુ સુંદર, લોકોની નજર તેમના પર અટકી, વીડિયો થયો વાયરલ

In-laws of the Ambani family at the Jio World Plaza : દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંથી એક એવા અંબાણી પરિવાર હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતો હોય છે, આ પરિવારના સદસ્યો સોશિયલ મીડિયામાં એક્ટિવ નથી રહેતા પરંતુ લાઇમ લાઇટમાં હંમેશા છવાયેલા રહેતા હોય છે. ચાહકો પણ તેમની એક એક પળની માહિતી એકત્ર કરતા હોય છે. અંબાણી પરિવારે ગઈકાલે એટલે કે મંગળવારે જિયો વર્લ્ડ પ્લાઝાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે બોલિવૂડ સેલેબ્સ જોરદાર ધૂમ મચાવતા જોવા મળ્યા હતા.

કલાકારોએ બતાવ્યો રેમ્પ પર જાદુ :

દરેક વ્યક્તિ એકબીજાથી ચડિયાતી દેખાતી હતી. બોલિવૂડ કલાકારો અને અભિનેત્રીઓએ રેમ્પ પર પોતાનો જાદુ બતાવ્યો હતો. આ ઈવેન્ટમાં અંબાણી પરિવારની વહુ શ્લોકા મહેતા અને રાધિકા મર્ચન્ટ અલગ અંદાજમાં જોવા મળી હતી. બંનેની આ સ્ટાઇલ પહેલીવાર જોવા મળી હતી. આ બંને ખૂબ જ ગ્લેમરસ આઉટફિટમાં બોલિવૂડની સુંદરીઓને પછાડતા જોવા મળ્યા હતા. તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.

અંબાણી પરિવારની વહુઓનો છવાયો જાદુ :

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટ પેપરાજીની સામે જોવા મળી રહી છે. તેની સાથે અનંત પણ જોવા મળ્યો હતો. બંનેએ પિતા મુકેશ અંબાણી સાથે પોઝ આપ્યો હતો. મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. રાધિકાના આઉટફિટની વાત કરીએ તો તેણે ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો. બ્લેક સિલ્ક અને વેલ્વેટ ડ્રેસ પર ચમકદાર વર્ક હતું. આ વીડિયોમાં રાધિકા મર્ચન્ટ કોઈ પરીથી ઓછી લાગી રહી હતી. તેનું સ્મિત તેના આકર્ષક દેખાવમાં વશીકરણ ઉમેરતું હતું.

શ્લોકા મહેતાનો અલગ અંદાજ :

અન્ય એક વીડિયો સામે આવ્યો છે જેમાં રાધિકા મર્ચન્ટની જેમ શ્લોકા મહેતાએ પણ લાઇમ લાઈટ ચોરી લીધી છે. તે સામાન્ય કરતાં સાવ અલગ અંદાજમાં પણ જોવા મળી હતી. આ ખાસ ઈવેન્ટમાં તે પોતાના પતિ આકાશ અંબાણી અને સાસુ નીતા અંબાણી સાથે પહોંચી હતી. શ્લોરાએ ચમકદાર સિલ્વર ડ્રેસ પહેર્યો હતો. આ સાથે તેણીએ ડાયમંડ જ્વેલરી પણ સાથે રાખી હતી. શ્લોકા ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસમાં સુંદર લાગી રહી હતી. તેણે તેની સાસુ અને સસરા સાથે પેપરાજીની સામે પોઝ પણ આપ્યો હતો. આ દરમિયાન તેના ચહેરા પર એક મોટું સ્મિત જોવા મળ્યું હતું, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ કલાકારોએ આપી હાજરી :

તમને જણાવી દઈએ કે, આ ઈવેન્ટમાં રણવીર સિંહ, કેટરિના કૈફ, સલમાન ખાન, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ જેવા ઘણા પ્રખ્યાત સેલેબ્સ સામેલ થયા હતા. દરેક વ્યક્તિ ગ્લેમરસ દેખાતી હતી. રણવીર સિંહ, શહેનાઝ ગિલ, સોનમ કપૂર જેવા ઘણા સેલેબ્સે રેમ્પ પર હાજરી આપી હતી. એકંદરે આ ઇવેન્ટની સાંજ ખૂબ જ અદભૂત અને ગ્લેમરથી ભરેલી હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Niraj Patel