મોરબીના આ પરિવારે દીકરાનું કોરોનાને કારણે અવસાન થતા પુત્રવધુના કરાવ્યા બીજાવાર લગ્ન, આપી ખૂબ જ સરસ ભેટ

કોરોનામાં પુત્રનું થયું હતું નિધન…વિધવા બનેલી પુત્રવધુનાં સાસુ-સસરાએ લગ્ન કરાવીને જે ગિફ્ટ આપી એ જાણીને કહેશો વાહ ભગવાન બધાને આવા સાસુ સસરા આપે

છેલ્લા લગભગ દોઢ-બે વર્ષથી આપણે કોરોના નામનો શબ્દ ઘણો જ સાંભળી રહ્યા છીએ, કોરોના મહામારીને કારણે સરકાર દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યુ હતુ પરંતુ કોરોનાએ ઘણા પરિવારોને ઉજાળી નાખ્યા હતા. કોરોના મહામારીમાં ઘણા લોકો મોતને ભેટ્યા હતા. આ દરમિયાન જ મોરબીના શનાળાના રહેવાસી નરભેરાભાઇના પુત્ર નીપુલનું કોરોનાને કારણે નિધન થયુ હતુ અને તેને કારણે તેમની વહુ નાની ઉંમરમાં જ વિધવા ગઇ હતી. જો કે, તેમને દીકરાના નિધન પછી વહુ અને પૌત્રીની ચિંતા ઘણી હતી અને તેને જ કારણે તેમણે વહુુના ફરીવાર લગ્ન કરાવવાનું નક્કી કર્યુ.

જીતેન્દ્રભાઈ કે જેઓ મહેન્દ્રનગર ગામમાં રહે છે અને તેમની પત્નીનું પણ બીમારીના કારણે નિધન થયું હતુ, જેને કારણે તેઓ તેમના દીકરા માટે માતાની હુંફ આપી શકે તેવા પાત્રની શોધ હતી. ત્યારે માળિયા મોરબી ઉમિયા પરિવાર સમુહલગ્ન સમિતિના ડો.મનુભાઈ કૈલા કમલેશભાઈ કૈલા અને મહેશભાઈ સાદરીયા સહિતના પ્રયાસથી આ બન્ને યુગલના વેવિશાળ સાથે સાથે પુન:લગ્ન પણ કરાયા હતા.આ લગ્નમાં ચંદ્રિકાબેનના સસરા નરભેરામભાઈ,પિતા, સહિત અનેક લોકો વિધિમાં હાજર રહ્યા હતા અને તેમનું કન્યાદાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જીતેન્દ્રભાઇના પત્નીનું કેન્સરને કારણે અવસાન થયુ હતુ અને તેઓ તેમના દીકરા માટે માતાની શોધમાં હતા. ત્યારે તેમનો નરભેરામભાઇની પુત્રવધુ ચંદ્રિકા સાથે સંબંધ નક્કી કરવામાં આવ્યો. તેમના લગ્ન સમાજના આગેવાન અને પરિવારના સભ્યોની હાજરીમાં સંપન્ન થયા હતા. આ ઉપરાંત નરભેરામભાઇએ તેમની વહુ અને પૌત્રી માટે પિતા બનીને ઊભા રહેવાની તૈયારી દર્શાવી. પરિવારની આ પહેલને ઘણા લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી અને તેમાંથી બીજા લોકોને પ્રેરણા મળે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી.

લગ્નની વિધિમાં એક-બે નહિ પરંતુ 4 પરિવારના સભ્યો જોડાયા હતા અને સસરાએ વહુના પિતા બનીને બધી વિધિની જવાબદારી લીધી હતી. તેમણે વહુ અને પૌત્રીના સારા ભવિષ્ય માટે 15 લાખ રૂપિયા તરીકે ફિક્સ ડિપોઝિટ આપી હતી. આવી ઘટના ખરેખર જવલ્લે જ બનતી હોય છે કે સસરા અને સાસુ વહુના માતા-પિતા બનીને ફરીથી તેનું કન્યાદાન કરે.

Shah Jina