કિશન ભરવાડ જેવું સ્ટેટ્સ ખેરાલુના યુવકે પણ મૂક્યું, પછી તેના ઉપર 15 લોકોએ કર્યો હુમલો અને…

25 જાન્યુઆરીના રોજ ધંધુકાના માલધારી યુવક કિશન ભરવાડની હત્યાકાંડના મામલામાં એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે, આ મામલામાં પોલીસ અને ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે અને અત્યાર સુધી આ મામલામાં 10 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં એક વિવાદિત વીડિયો પોસ્ટ કર્યો હતો, જેના કારણે તેની હત્યા કરી દેવામાં આવી હતી, ત્યારે હવે એક હેરાન કરી દેનારી ખબર ધંધૂકામાંથી સામે આવી છે, જ્યાં કિશન ભરવાડ જેવું સ્ટેટ્સ રાખનારા એક યુવક ઉપર 15 જેટલા લોકોએ હુમલો કર્યો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ખેરાલુના કાજીવાડામાં રહેતા અક્ષતકુમાર રાકેશભાઈ કડિયા નામના એક યુવાને 15 દિવસ પહેલા તેના ઇન્સ્ટાગ્રામ ઉપર ધંધુકાના કિશન ભરવાડ જેવું સ્ટેટ્સ પોસ્ટ કર્યું હતું. જેના કારણે ખેરાલુમાં આવેલા બહેલીં વાસમાં રહેતા કેટલાક યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા.

જેના બાદ ગત મંગળવારના રોજ અંગત અદાવત રાખીને 15 જેટલા યુવકોએ અક્ષતમાં ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી. ઉપરાંત યુવાનને પણ માર માર્યો હતો. જેના બાદ સ્થિતિ પણ ગંભીર બની હતી. પરંતુ આ બાબતે વહેલી સવારે ખેરાલુ પોલીસને જાણ તથા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવાનનું નિવેદન લઈને ટોળા સામે ગુન્હો નોંધીને 7 આરોપીઓની ધરપકડ કરી હતી.

આ ઘટનાને લઈને મહેસાણા એસપી ડો.પાર્થરાજસિંહ ગોહીલ ખેરાલુ દોડી આવ્યા હતા અને તેમને યુવાનનું નિવેદન લઈને તપાસ હાથ ધરી હતી અને ગુરુવાર સુધી ખેરાલુ પોલીસે ગુરૂવારે બપોર સુધીમાં 7 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લોકઅપને હવાલે કર્યા બાદ વધુ તપાસ આદરી છે.

ખેરાલુમાં આવી ઘટનાઓ છાસવારે બની રહી છે. છેલ્લા એક વર્ષમાં જ આ પ્રકારના 3થી 4 બનાવો બની ગયા હોવાના કારણે પીએસઆઇની બદલી કરી દેવામાં આવી છે ત્યારે આ મામલે ડૉ. પાર્થરાજ ગોહિલે જણાવ્યું હતું કે રાલુની મુલાકાત લઈ અનિચ્છનીય ઘટના બને નહી તે માટે સ્થાનિક પોલીસ, એસઓજીનો બંદોબસ્ત ગોઠવીને ડીવાયએસપી વિસનગરનો કેમ્પ ગોઠવી દીધો છે.

Niraj Patel