હરિયાણાના સિરસામાં કાલાંવાલી વોર્ડમાં નંબર 6 સ્થિત ગલી ખેત્રપાળવાળીમાં એક અજીબ ઘટના સામે આવી હતી. જ્યાં એક આખલો શાકભાજી સાથે ચાર તોલા સોનુ પણ ખાઈ ગયો હતો.
વાત એમ છે કે એ પરિવારના લોકો શુક્રવારે કોઈ પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી આવ્યા બાદ ઘરની મહિલાઓ સીધી રસોઈ ઘરમાં પહોંચી અને રસોઈ કરવા લાગી હતી. એ જ સમયે તેમને તેની જવેલરી ઉતારી અને એક વાટકામાં રાખી દીધી હતી.

રસોઈ બનાવતી સમયે અજાણ્યામાં એ વાટકા પર તેમને શાકભાજીની છાલ અને બીજી વધેલ નાખી દેવાનું શાકભાજી રાખી દીધું અને એ સોનાથી ભરેલ વાટકો ઢંકાય ગયો હતો. હવે આ વાત થી અજાણ ઘરડી માતાએ તે શાકભાજીની છાલને પ્રાણીઓના ખાવા માટે ગલીમાં બનાવેલ જગ્યા પર ફેંકી દીધું હતું. ત્યાં જ એક આખલો આવ્યો અને તે ખાવા લાગ્યો હતો.

થોડા સમય બાદ ઘરડી માતાની નજર ત્યાં પડી તો એ જગ્યા પર સોનાની એક વીંટી પડી હતી. જયારે એ વીતી ઉઠાવી અને અંદર પરિવારજનોને બતાવી ત્યારે ઘરની મહિલાઓ દોડતી રસોઈ ઘરમાં પહોંચી અને તેને ત્યાં તેમને જવેલરી રાખેલ વાટકો નજરે ચઢ્યો નહતો.
ત્યારબાદ ઘરમાં અને ઘરની બહાર લાગેલ સીસીટીવી ચેક કરવા પર ખબર પડી કે જેવલેરી બહાર ફેંકી દીધી હતી અને એ જેવેલરી કોઈ અડધી પૂંછડી કપાયેલ આખલો શાકભાજી સાથે સોનુ પણ ખાઈ ગયો હતો.એ પછી પરિવારના લોકો એ આખલાની તલાશ કરવા નીકળી પડ્યા હતા.

શનિવારે સવારે ત્રણ વાગ્યે એ આખલો એક ખુલ્લી જગ્યા પર બેઠેલો નજરે ચઢ્યો હતો. ત્યારબાદ તેને ઇન્જેક્શન લગાવી અને ઘણી મહેનતથી ઘર પાસેની એક ખુલ્લી જગ્યામાં બાંધ્યો હતો અને ઢોર ડોક્ટરને બોલાવી બધી વાત જણાવી હતી.
ડોકટરે બે વિકલ્પ જણાવ્યા હતા, પહેલો એ કે આખલાને લીલો ચારો, ગોળ અને કેળા જેવી બીજી વસ્તુઓ ખવડાવી અને તેના ગોબરની રાહ જુઓ. અને બીજો વિકલ્પ એ છે કે આખલાને પશુ દવાખાને લઇ જાઓ અને એક્સરે દ્વારા તેના પેટમાં સોનુ છે કે નહીં તેની જાંચ કરાઓ. જો હોય તો ઓપરેશન દ્વારા તેને કાઢવું પડશે અને એ ઓપરેશનમાં આખલના જીવને પણ ખતરો છે.

પરિવારના લોકોએ જણાવ્યું કે હાલ એ આખલાની આવભગત કરી રહ્યા છે એના ગોબર દ્વારા તેનું સોનુ આખલાના પેટમાંથી બહાર આવી જાય તેની રાહ જોઈ રહ્યા છે. છતાં પણ પહેલા વિકલ્પથી સોનુ નહીં નીકળે તો એ લોકો આખલાને કોઈ ગૌશાળામાં છોડી આવશે પણ ક્યારેય બીજા વિકલ્પનો સહારો નહીં લે. સોનાને કારણે કોઈ પશુનો જીવ ખતરામાં નહીં મૂકે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.