આ મશહૂર ડાયરેક્ટરની દીકરીની ખૂબસુરતી પર ફિદા થઇ રહ્યા છે લોકો, હુસ્ન આગળ બોલિવુડ અભિનેત્રીઓ પણ ભરે છે પાણી

મળો ઇમ્તિયાઝ અલીની ખૂબસુરત દીકરી ઇદા અલીને, સોશિયલ મીડિયા પર કોઈની શરમ રાખ્યા વિના એકથી એક ચડિયાતી બોલ્ડ તસવીરો મૂકે છે

ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલીએ બોલીવુડને ઘણી યાદગાર ફિલ્મો આપી છે અને તેમની ફિલ્મમાં કામ કરવું એ લગભગ દરેક સુપરસ્ટારનું સપનું હોય છે. ઈમ્તિયાઝ અલીનું ફિલ્મી કરિયર તો બધાએ જોયું છે, પરંતુ શું તમે જાણો છો કે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલીની એક પુત્રી પણ છે. તે અન્ય સ્ટાર કીડની જેમ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે ખૂબ પ્રખ્યાત પણ છે. તે અવારનવાર તેની આકર્ષક હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

ઇદા બિકી તસવીરોથી લઇને તેના બોયફ્રેન્ડ સાથેની તસવીરો પણ શેર કરતી રહે છે. ઇમ્તિયાઝ અલીની પુત્રી ઇદા લોકપ્રિય સ્ટાર કિડ છે. સોશિયલ મીડિયા પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ઇદા અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપની બેસ્ટફ્રેન્ડ છે. ઈદા ઈન્સ્ટાગ્રામ પર પોતાની શાનદાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ઇદા અને આલિયા બંને એકબીજા સાથે સારી બોન્ડિંગ શેર કરે છે. ઇદાએ તેની શોર્ટ ફિલ્મ ‘લિફ્ટ’ની રિલીઝ પછી ઘણું ધ્યાન ખેંચ્યું હતું.

ઈદાની તસવીરો જોઈને તમે કહેશો કે તે કોઈ બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી લાગતી. ઇદા ઇમ્તિયાઝ અલી અને પ્રીતિ અલીની પુત્રી છે, જે નિર્માતા છે. સોશિયલ મીડિયા પર ઇદાના જંગી ફોલોવર્સ છે. તેણે પોતાનો અભ્યાસ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાથી કર્યો હતો અને 15 વર્ષની ઉંમરે ફિલ્મોનું નિર્દેશન કરવાનું શરૂ કર્યું હતું. તે આશ્ચર્યજનક નથી કે ઇદા તેના પિતા ઇમ્તિયાઝના પગલે ચાલી રહી છે, જે બોલિવૂડમાં મોટું નામ બનવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે.

ઘણા લોકો ઇમ્તિયાઝ અને તેની પુત્રીને સાથે કામ કરતા જોવા માંગે છે. ઇદા એક સોશિયલ મીડિયા સ્ટાર છે. તેના પિતાની જેમ ઇદા પણ ફિલ્મ મેકર બનવા માંગે છે. જો તમે ઈદાની પ્રોફાઈલ પર એક નજર નાખશો તો ખબર પડશે કે તે એક લોકપ્રિય સ્ટાર કિડ અને સોશિયલ મીડિયા સેન્સેશન છે. ઇદાને અભિનય કરતાં ફિલ્મ નિર્માણ અને લેખનમાં વધુ રસ છે. ઇદાની ટૂંકી ફિલ્મ ‘લિફ્ટ’ તેના દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે, જેને ઘણા લોકો તરફથી હકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો છે.

ઇદા સોશિયલ મીડિયા પર જેટલી વધુ એક્ટિવ છે, તેટલું જ તે લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે. તે સોશિયલ મીડિયા પર તેની એકથી વધુ શાનદાર તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેના ચાહકો પણ તેની તસવીરોની રાહ જોઈ રહ્યા હોય છે. ઈદા અવારનવાર તેના બોયફ્રેન્ડ ક્રિશ અગ્રવાલ સાથે પણ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરે છે. તે છેલ્લા ઘણા સમયથી ક્રિશ સાથે રિલેશનશિપમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Ida Ali (@idaali11)

ઈદા હંમેશા તેના સંબંધોને લઈને ખુલ્લી રહે છે. તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સને જોતા એવું લાગે છે કે તે પોતાની ઈચ્છા મુજબ જીવન જીવવાનું પસંદ કરે છે, સાથે જ તેને ટ્રાવેલિંગનો પણ ઘણો શોખ છે.અન્ય સ્ટાર કિડ્સની જેમ ઈદા પણ એક્ટિંગમાં આવવા માંગતી નથી, પરંતુ તે તેના પિતાના પગલે ચાલવા માંગે છે.

Shah Jina