બોલીવુડની મોટી સેલિબ્રિટીનું ઘર ભાંગ્યું, છૂટાછેડા રહ્યા છે, ફેન્સના હૃદયના ધબકારા વધવા લાગ્યા

હાલમાં જ કેટલાક દિવસ પહેલા બોલિવુડના દબંગ કહેવાતા સલમાન ખાનના ભાઇ સોહેલ ખાનના છૂટાછેડાના સમાચાર સામે આવ્યા હતા. લગ્નના 20 વર્ષથી પણ વધુ સમય સાથે વીતાવ્યા બાદ સોહેલ ખાન અને પત્ની સીમા ખાન અલગ થઇ રહ્યા છે. તે બંનેને ફેમીલી કોર્ટની બહાર અલગ અલગ સ્પોટ પણ કરવામાં આવ્યા હતા. જો કે, કપલ દ્વારા સત્તાવાર રીતે છૂટાછેડા પર કંઇ કહેવામાં આવ્યુ નથી. પરંતુ કેટલાક રીપોર્ટ્સ અનુસાર બંને વચ્ચે સંબંધોમાં કેટલાક વર્ષો પહેલા એટલે કે વર્ષ 2018-19માં ખટાશ આવી હતી અને આડકતરી રીતે સીમા ખાને ઇશારો પણ કર્યો હતો કે તે સોહેલ ખાનથી અલગ રહી રહી છે.

ત્યારે હવે સોહેલ ખાન અને સીમા ખાનના છૂટાછેડા બાદ વધુ એક બોલિવુડ કપલના છૂટાછેડા થવા જઇ રહ્યા છે. લાંબા સમયથી લાઇમલાઇટથી દૂર રહી રહેલા અને બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાનના ભાણિયો ઇમરાન ખાન ફરી એકવાર ચર્ચામાં આવી ગયો છે. ઈમરાન ખાન પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યો છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઇમરાન ખાને તેની પત્ની અવંતિકા મલિકથી અલગ થવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અણબનાવની ખબરો આવી રહી હતી, પરંતુ હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે બંને વચ્ચે ખરેખર કંઈ જ યોગ્ય નથી.

રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઇમરાન ખાન ગમે ત્યારે દુનિયાની સામે પોતાની પત્નીથી અલગ થવાની જાહેરાત કરી શકે છે.જો કે બંનેએ હજી સુધી કાયદેસર રીતે છૂટાછેડા માટે અરજી કરી નથી. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન અને અવંતિકા મલિકના લગ્ન વર્ષ 2011માં થયા હતા. બંનેને એક પુત્રી પણ છે. જેનું નામ ઈમારા મલિક ખાન છે. તેમની પુત્રી ઇમરાનો જન્મ જૂન 2014માં થયો હતો. જો કે, લગ્નના લગભગ 8 વર્ષ પછી વર્ષ 2019માં કપલ વચ્ચે અણબનાવ અને લડાઈના સમાચાર આવવા લાગ્યા. જૂન 2019માં ખબર પડી કે અવંતિકા તેના પતિ ઈમરાન ખાનનું ઘર છોડીને તેની માતાના ઘરે છે.

ત્યારથી અવંતિકા તેના પતિથી અલગ રહી રહી છે. ઈ-ટાઇમ્સના રીપોર્ટ્સ અનુસાર, ઇમરાન ખાન તેની પત્ની સાથેના સંબંધો સુધારવા નથી માંગતા પરંતુ અવંતિકા મલિક આ સંબંધને વધુ એક તક આપવા માંગતી હતી. તે છેલ્લા બે વર્ષથી ઇમરાન સાથે ફરીથી બધુ ઠીક કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેના તમામ પ્રયાસો નિરર્થક હતા. હવે તે સમજી ગઈ છે કે ગમે તે થાય, તેને ઈમરાન સાથે બીજી તક નહીં મળે. હવે એવું લાગે છે કે ઈમરાન ખાનનું અવંતિકા સાથેનું પ્રકરણ બંધ થઈ ગયું છે. રિપોર્ટ અનુસાર હવે બંને અલગ થવા જઈ રહ્યા છે.

જો કે કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાને 2008માં આવેલી ‘જાને તુ યા જાને ના’ સાથે ધમાકો કર્યો હતો. આ ફિલ્મ પછી તે ‘મેરે બ્રધર કી દુલ્હન’, ‘કટ્ટી-બટ્ટી’, ‘આઈ હેટ લવ સ્ટોરીઝ’, ‘કિડનેપ’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. જો કે, હવે ઈમરાન એક્ટિંગમાંથી બ્રેક લઈને ફિલ્મ મેકિંગમાં હાથ અજમાવી રહ્યો છે. ઈમરાન આમિરની ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં બાળ કલાકાર તરીકે પણ જોવા મળ્યો હતો.

Shah Jina