ખબર

ગુજરાતમાં ફરી લોકડાઉન થશે કે નહિ? આ અફવા છે કે હકીકત ? જાણો રાજ્ય સરકાર દ્વારા શું કહેવામાં આવ્યું

દેસભરમાં કોરોના વાયરસનું સંક્ર્મણ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ સંક્ર્મણ ખુબ જ ઝડપથી ફેલાવવા લાગ્યું છે. લોકડાઉનમાં મળેલી છૂટછાટ બાદ કોરોના સંક્રમણના વધુ મામલાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા ઉપર ફરીવાર લોકડાઉન થવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બીજા કેટલાક રાજ્યોમાં પણ ફરીવાર લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ ફરી લોકડાઉન થઈ શકે તેવો ભય લોકોને સતાવી રહ્યો છે. ત્યારે આ બાબતે રાજ્યસરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગુજરાતમાં ફરીવાર લોકડાઉન કરવાની કોઈ વિચારણા નથી.

Image Source

રાજ્ય સરકારે ગુજરાતમાં ફરીવાર લોકડાઉન કરવાની ફેલાઈ રહેલી અફવા વિષે જણાવ્યું છે કે: “રાજ્યમાં ફરીવાર લોકડાઉનની કોઈ શક્યતા નથી. ફરીથી લોકડાઉન કરવાની માત્ર અફવા જ છે. મુખ્ય સચિવની કલેકટરો સાથે થેયેલી બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેમાં લોકડાઉન અંગે કોઈ ચર્ચા કરવામાં નથી આવી.”

મુખ્ય સચિવ અનિલ મુકીમે શુક્રવારે રાજ્યના કલેકટરો સાથે મિટિંગ કરી હતી. આ બેઠકમાં નાગરિકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનું પાલન કરવા સાથે અનલૉક બાદની કામગીરીની પણ ચર્ચા કરવામાં હતી, સાથે  જે વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યાં આંશિક લોકડાઉન કરવું જોઈએ કે નહીં તેની પણ ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. અને ત્યારબાદ જ ગુજરાતમાં ફરી લોકડાઉન અંગેની ચર્ચાએ જોર પકડ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.