તુલસીના પાન તોડતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન નહીતો ભગવાન કૃષ્ણ….

હિંદુ ધર્મમાં તુલસીના છોડનું ખૂબ મહત્વ છે. છોડને દેવ સમાન માનવામાં આવે છે અને એ જ માટે બધા જ હિંદુ પરિવારમાં તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે સાથે તુલસી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ સાથે જ તુલસીના પાનનો ઉપયોગ જમવાનું સ્વાદિષ્ટ બનાવવા માટે પણ કરવામાં આવે છે.

શાસ્ત્રો અનુસાર, તુલસીના પાન કેટલાક દિવસોમાં તોડવા ન જોઇએ. આ દિવસ એકાદશી હોય, રવિવાર હોય તેમજ સૂર્ય ગ્રહણ કે ચંદ્ર ગ્રહણ હોય. આ દિવસોમાં અને રાતના સમયે તુલસીના પાન તોડવા અશુભ માનવામાં આવે છે. જો તેના પાનનો કોઇ ઉપયોગ ન હોય તો તેને કયારેય તોડવા ન જોઇએ. આવું કરવાથી દોષ લાગે છે.

તુલસીના પાન તોડતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું આવશ્યક છે…

પાનને કયારેય પણ નખથી ન તોડવા, કોઇક કોઇક દિવસ ન તોડવા તુલસીના પાન, અમુક સમય પર ન તોડવા, તુલસીના સૂકા પત્તાનું શું કરવું આવી અનેક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

કેટલાક લોકો તુલસીના પાનને તોડવા માટે નખનો ઉપયોગ કરે છે. પરંતુ આ ન કરવું જોઇએ. તેના માટે આંગળીનો ઉપયોગ કરવો અને જો શક્ય હોય તો પહેલાથી નીચે કે કુંડામાં પડેલા તુલસીનાના પાનનો ઉપયોગ કરવો

Image source

સૂર્ય અસ્ત થયા બાદ તુલસીના પત્તા ન તોડવા જોઇએ. શાસ્ત્રોમાં એ વાત કહેવામાં આવી છે કે, સાંજના સમયે દેવી તુલસી જેને રાધાનું સ્વરૂપ માનવામાં આવે છે તે જંગલમાં કૃષ્ણ સાથે રાસ રચવા જાય છે. જો તેમના રાસમાં કોઇ બાધા ઉત્ત્પન્ન કરે તો તેને રાધાની સાથે કૃષ્ણના ગુસ્સાનો પણ ભોગ બનવું પડે છે.

જો ઘરમાં કયારેય પણ તુલસીનો છોડ સૂકાઇ ગયો હોય તો તેને ઘરમાં ન રાખવો જોઇએ અને તેને કોઇ પવિત્ર નદીમાં વિસર્જિત કરવો જોઇએ. કારણ કે ઘરમાં સૂકો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે.

Shah Jina